SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ એ સ્ત્રીઓનાં વચન સાંભળી રાજા બોલ્યો, “કોણ તમારી સખી? તેણીયે મને કયારે જોયો?” રાજાની વાત સાંભળીને સખી બોલી કે હે વીર! સાંભળો. ઉત્તર દિશાને વિષે વૈતાઢય નામે પર્વત પૂર્વ પશ્ચિમ સમુદ્રમાં પિતાની પાંખને ફેલાવતે પૃથ્વીને જાણે માનદંડ હોય તેવી રીતે રહેલો છે. ત્યાં સુરસંગીતપુર નામે નગરમાં સુરણ નામે વિદ્યાધરને રાજા હતા, તેને ભિન્નભિન્ન રાણુઓ થકી શશિવેગ અને સુરગ નામે બે પુત્ર થયા. અન્યદા વૈરાગ્યમય હૃદયવાળા સૂરણે વડીલપુત્ર શશિવેગને રાજ્ય સમર્પણ કરી દીક્ષા ગ્રહણ કરી આત્મ સાધના કરી, શશિવેગ પાસેથી રાજ્યની જીજ્ઞાસાવાળા સુવેગે પોતાના મામા સુવેગને આશ્રય ગ્રહણ કરી તેની મદદથી સૈન્ય વડે શશિવેગના નગરને ઘેરી લીધું, મંત્રીએના કહેવાથી રાજનગરને ત્યાગ કરી શશિવેગ પોતાના પરિવાર સાથે ચાલે ગયે. આ મહા અટવીમાં રહેલા સુગિરિ પર્વત ઉપર નવીન નગરની સ્થાપના કરીને સૈન્ય સાથે શશિવેગ રો, અનુક્રમે તેની ચંદ્રપ્રભા નામે પુત્રી યુવાવસ્થામાં રમવા લાગી. તેને જોઇને નિમિત્તિઓએ કહ્યું, “હે રાજન! જે પુરૂષ આ બાલાને પરણશે તેની સહાયથી તમને રાજ્ય મલશે.” નિમિત્તિયાની વાણી સાંભળી રાજા બે, “આ બાળાને પતિ કે શું થશે? ને એ ઓળખાય પણ શી રીતે? સુઝિવપુર નગરના રાજા વસુતેજસને મદોન્મત્ત ગજરાજ આલાન સ્થંભને તોડી જગલમાં ચાલ્યો જશે તેને જે વશ કરશે તે જ આ બાળાનો પતિ સમજજે, નિમિત્તજ્ઞ પુરૂષે રાજાને ઓળખાણ આપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy