________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પિતાની સામે દેડડ્યા આવતા આ વિકરાળ ગજરાજને જોઈ, એ નર (રત્નશિખ) સાવધ થઈ ગયે, હસ્તી સાથે યુદ્ધ કરત ને એને ભગાડીને દોડાવીને થકવી નાખતા રત્નશિખે શિધ્રપણે હાથીને વશ કર્યો. હાથી પરિશ્રમિત થઈને મદરહિત થઈ ગયો
આકાશમાંથી મનોહર અને સુગંધમય પુપની ગુ થેલી એક સુંદર પુષ્પમાળ એ વિજયી રત્નશિખના કંઠમાં પડવાથી રત્નશિખે ઉંચે નજર કરી તે ઈકની. મનહર અસર સમાન એણે વિદ્યાધર બાળાઓને જોઈ, એમના મુખેથી સાંભળ્યું. “સારૂ થયુ, સારૂ થયું” એમ બોલતી તેણીઓ ચાલી ગઈ.
રત્નશિખ પણ એ પર્વત સમાન ગજરાજ ઉપર આરૂઢ થઇને પેલી સુગંધમય પુષ્પમાળથી શોભતો ઉત્તર દિશાએ ચાલ્યો. આગળ જતાં તેણે મનહર અને સ્વચ્છ જળથી ભરેલું સરોવર યુ. એ જળમાં કીડા કરવાને હાથીને છુટે મુકી પતે ભૂમિ ઉપર કુદી પડે,
એ જલનું પાન કરી સ્નાનથી શ્રમને દૂર કરતો રાજા રત્નશિખ સવરને કાંઠે રહેલા એક મોટા વૃક્ષની નીચે બેઠો, તેની આગળ કેટલીક યુવતીઓ દિવ્ય વસ્ત્રોને લઈને આવી, દિવ્ય વસ્ત્રોને આપી તાંબુલાદિકવડે રાજાને સત્કાર કરતી તે રમણીયે બેલી. “અપૂર્વ દેવ એવા આપનું સ્વાગત છે ! આપને વિજય હે.”
હું અપૂર્વ દેવ કેવી રીતે ? ” રાજાએ વિસ્મય પામીને પૂછયું,
“ઘણા કાલ સુધી સેવા કરીયે ત્યારે દેવતાઓ તો જે પ્રસન્ન થયા હોય તે સુખને આપે છે ત્યારે આપે તો દૃષ્ટિ માત્રથી અમારી સખીને સુખ આપ્યું એ અપૂર્વત નહિ તે બીજુ શું ?” એક સખી બોલી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com