________________
એકવીશ ભવનો સ્નેહસંબંધ
૨૬૯
પરણીને આ મારૂ રાજ્ય પણ તમે ગ્રહણ કરે. સંસારના
સ્વરૂપથી ભય પામેલો હું હવે સંયમને ગ્રહણ કરીશ, - કુમારે તેનું વચન અંગીકાર કરવાથી ચાર કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવી રાજ્યાભિષેક પણ કરી દીધો ઉપરથી કંઈક શિખામણની વાત કહી સંભળાવતાં રાજા,
“હે કુમાર! આ લોક અને પરલોક વિરૂદ્ધને ત્યાગ કર ન્યાયથી પ્રજાનું સારી રીતે રક્ષણ કરવું, રાજા જે પ્રજાનું ન્યાયથી પાલન કરે તે પ્રજા જે ધર્મ કરે તેને છો ભાગ રાજાને મલે, પાપી રાજા હોય તે પ્રજાના પાપને છઠ્ઠો ભાગ રાજાને મલે માટે શઠનું દમન કરીને સજજન પુરૂનું તારે રક્ષણ કરવું. તેથી હે રાજન! તમે પ્રજાનું એવી રૂડી રીતે પાલન કરજો કે તે અમને કદાપિ સંભાળ નહિ” નવા રાજાને સારી રીતે શિખામણ આપી સંયમ ગ્રહણ કરવાને તેણે રાજાની અનુમતિ માગી - નવા રાજાએ રૂડી રીતે દીક્ષા મહોત્સવ કરે છે એવા વસુતેજસ રાજાએ સદ્દગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી,
નશિખ રાજાએ ગુરૂ પાસે સમકિત ગ્રહણ કરી, ન્યાયથી પ્રજાનું પાલન કરવા લાગે
શશિવેગ રાજાએ આ સમાચાર જાણીને પિતાની કન્યા ચંદ્રપ્રભાને રત્નશિખ રાજા સાથે પરણાવી, ને એક હજાર વિદ્યા આપી સંપૂર્ણ શક્તિવાન બનાવ્યો. આ વૃતાંત જાણુને સુરવેગને મામો સુવેગ ક્રોધથી હાથીનું રૂપ કરી રત્નશિખાને મારવાને આવ્યો, - રાજાના ઉદ્યાનમાં એક વિચિત્ર હસ્તીની વાત જાણી રાજા હસ્તીને પકડવાને આવ્યું, અનેક ઉપાયને જાણનારા રજાએ આખરે એ ગજરાજને પકડી પાડીને ઉપર ચઢી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com