________________
તિસેનાને ન સુમિરર મીતિવાળી માતાના
એકવીશ ભવને નેહસંબંધ
રાજાના રોષથી ભયથી ધ્રુજતી કુટિની સુમિત્રના પગમાં નમસ્કાર કરતી બોલી. “મને માફ કર, તારે મણિ ગ્રહણ કરીને પણ મને રાજાના ભયમાંથી મુક્ત કર.”
સુમિત્રે રાજાને સમજાવવાથી રાજાએ એને ભય મુક્ત કરી, ડોસીએ મણિ લાવીને સુમિત્રને સ્વાધીન કર્યો, સુમિત્રે રતિસેનાને સજજ કરી, રતિસેના પોતાની માતાના સ્વરૂપને જાણ સુમિત્રમાં ગાઢ પ્રીતિવાળી થયેલી હોવાથી અકાએ રતિસેના સુમિત્રને આપી. રાજાના આદેશથી રતિસેનાને મેળવી સુમિત્ર આનંદ પામે.
રાજાએ સુમિત્રને પિતાના મહેલની બાજુએ મનહર અને ગગન ચુંબિત રંગમહેલ નિવાસ માટે આપો. ત્રણે પ્રિયા સાથે મોજ કર સુમિત્ર રાજાના પ્રસાદથી મિત્રમાંથી મંત્રી થયા,
એક દિવસે રાજા સુમિત્રને કહેવા લાગ્યા, “હે મિત્ર! તને મણિનો લાભ શી રીતે થયે? તેમજ મને મુકીને તુ કેમ જતો રહ્યો? આટલો બધો વખત તું કયાં રહ્યો? શું સુખદુ:ખ ભોગવ્યું ? તે તમામ વૃત્તાંત મને કહે.” રાજાની જીજ્ઞાસા તૃપ્ત કરવાને સુમિત્રે મણિ સંબંધી તેમજ બીજે પણ પિતાને સર્વ વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યો, જે સાંભળીને આશ્ચર્ય પામેલે રાજા બોલે,
“જગતમાં લક્ષ્મી ઉદ્યમથકી મલે છે, પચ્યાહારથકી શરીર નિરોગી નથી રહેતું શું ? પુણ્યથી સ્વર્ગ કે અપવર્ગ પણ મેલેજ.
હે પ્રભે! પુણ્ય વિના વ્યવસાય પણ ફોતરાંની માફક નિષ્ફળ જાય છે. જગતના પરમ પદાર્થ તે પુણ્ય વગર નથી મલી શક્તા, આપને વિના ઉદ્યમે રાજ્ય લક્ષ્મીની પ્રાપ્તિ થઈ તે પણ પુણ્યના ઉદયથીજ સમજવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com