________________
२६४
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સુમિત્રે રાજાને પુણ્યને મહિમા સમજાવતાં પેલા શૂન્ય નગરને ફરીને વસાવવાની વાત પણ કરી દીધી.
કેટલોક કાલ સુખમાં વ્યતીત કર્યા પછી રાજા સુમિત્રને લઇને તે શૂન્ય નગર મહાપુર તરફ ગયો, એ શૂન્ય નગર મહાપુરને ફરી વસાવી એક માણસને તેના કારભાર માટે પસંદ કરી પોતાની આણ પ્રવર્તાવી, રાજા વીરાંગદ સુમિત્ર સાથે મહાશાલપુર નગરે આવ્યા, બને ભાગસુખરૂપી સમુદ્રમાં મગ્ન થયેલા પિતાને કાલ સુખમાં વ્યતીત કરવા લાગ્યા, “રત્નશિખ રાજાની સભામાં એક કથાકારે આ પ્રમાણે પિતાની વાર્તા પૂરી કરી. ખુશી થયેલા રાજાએ ભેટ આપીને એનેય ખુશી કર્યો.
રત્નશિખ - વીરાંગદ અને સુમિત્રની કથા સાંભળી આશ્ચર્ય પામેલે રશિખ રાજા તેમને ભારે પુણ્યની પ્રશંસા કરતે મનમાં વિચાર કરવા લાગ્યો. “હું પણ પરદેશમાં જઈને મારું ભાગ્ય અજમાઉં તે ! વીરાંગદની માફક મારૂ પણ પુણ્ય કેટલું છે તેની પરીક્ષા તે કરી જોઉ”
એક દિવસે રાજ રત્નશિખે પિતાને એ પરદેશ ગમનને અભિપ્રાય પૂર્ણભદ્ર મંત્રોને નિવેદિત કર્યો. પુણ્યના ફલરૂપે મળેલું મોટું રાજ્ય છોડી વિદેશ ગમન ઇચ્છનાર રાજાની વાત સાંભળીને નવાઇ પામેલ મંત્રી બે “દેવ! આપની ઈચ્છાની આડે કેણ આવી શકે તેમ છે, છતાં પણ હું આપને કઈક વિનંતિ કરવા ઇચ્છું છું.”
મંત્રીએ આડકતરી રીતે વિદેશગમનની મુશ્કેલીઓ સૂચવવી શરૂ કરી. “વિદેશ દુ:ખે કરીને ગમન કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com