________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૨૬૩ . પ્રાત:કાળે કુદિનીએ પોતાની પુત્રીને બદલે હાથિણી જેવાથી છાતી કુટતી માથાં પછાડવા લાગી, એના પિકારથી આડોશી પાડોશી ભેગાં થઈ ગયાં. એમના પૂછવાથી અકા બોલી. “આ દુષ્ટા રાક્ષસીરૂપ કરભી મારી પુત્રીને ખાઈ ગઈ, હું શું કરૂ? ક્યાં જાઉ?”
અરે! તારી પુત્રી સાથે હાલમાં કેણ રહેતું હતું? એક જણે પૂછ્યું. “કેઈક પરદેશી, જેનું નામ, ઘમ હું કઈ જાણતી નથી. અક્કા બોલી, - કુટિનીને જવાબમાં લોકે બોલ્યા “નકી તારી પુત્રીને કંઇક અપરાધથી એ પરદેશીએ જ તેણીને કરભી કરેલી જણાય છે તો ઝટ રાજસભામાં પોકાર પાડ, નહિતર એ પરદેશી નાસી જશે.” - લેકની સલાહથી કુકિનીએ વીરાંગદ રાજાની સભામાં ફરિયાદ કરી પોતાની હકીકત કહી સંભળાવી. કુદિનીની આ રસભરી કથા સાંભળી રાજા સહિત રાજસભા હાસ્ય ચકિત બની. રાજા વિચારમાં પડે. “આવી શક્તિ ધરાવનાર પુરૂષ કેણ હશે! રખેને મારે મિત્ર તે ન હોય!
રાજાએ રાજપુરૂષને હુકમ કર્યો, “આ અકા ડોશીની સાથે આપણું નગરમાં એ પુરૂષની તપાસ કરે. આ ડશી જે પુરૂષને બતાવે તેને આદરમાન સહિત રાજસભામાં હાજર કરે
રાજાની આજ્ઞાથી રાજપુરૂષે નગરમાં ભમતા ભમતા જ્યાં સુમિત્ર રહેતો હતો ત્યાં આવી પહોંચ્યા. કુદિનીના - અતાવવાથી એ પુરૂષને સમજાવીને રાજપુરૂએ રાજસંભામાં તેડી લાવી રાજાની સમક્ષ રજુ કર્યો,
રાજપુરૂષ સાથે દૂરથી આવતા સુમિત્રને ઓળખીને રાજા એકદમ સિંહાસનથી ઉઠીને એ પુરૂષને ભેટી પડયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com