________________
૧૬૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પણ એ પોતાની માયા છેડતી નથી. પોતાના પાપને છુપાવી ફરીને પણ મને કઈ આશાએ ઠગવા આવી હશે ? પણ માયાથી ગ્રહણ કરેલું મારું ચિંતામણિ હું પણ માયાવડે કરીને ગ્રહણ કરું તો જ ખરે એ તે “ પ્રતિ शाठयं कुर्यात्"
મનમાં વિચાર કરી સુમિત્ર મધુર ભાષાએ બોલ્યો, અરે ! તમે મને મળ્યાં તે સારું થયું. હજી તો ગઈકાલેજ
આ નગરમાં આવેલો છું, પણ કાર્યની વ્યગ્રતાથી તમને મળવા અવાયું નથી તે માફ કરજો, દૂરદેશથી હું પુષ્કળ ધન કમાઈ લાવેલો તેની વ્યવસ્થા કરીને બનતા લગી સાંજના આવીશ, અરે દૂર હોવા છતાં એક પણ દિવસ તમને હું ભૂલ્યા નથી, દિવસે શું કે રાત્રે શું ખાતાં કે પીતાં પણ તમારું સ્મરણ હૈયામાંથી દૂર થતું હોય તો મને તમારા સમ છે .” * સુમિત્રની મધુર વાણી સાંભળીને તે અકાએ વિચાર્યું
આ મારા પાપને જાણતો નથી તેથી ભલે એ આવે એનું ધન વાતવાતમાં ન પડાવું તો મારું નામ અકા નહિ, પણ પેલું રત્ન તે હું એને આપીશજ નહિ,” એમ વિચારતી સુમિત્રને આમંત્રણ આપી તે કદિની ચાલી ગઈ. રતિસેનાને પણ એ હર્ષના સમાચારથી ખુશી કરી ને
સાયંકાળે સુમિત્ર તૈયાર થઈને પેલી શ્વેતાંજનની હબી ગ્રહણ કરીને રતિસેનાના મકાન તરફ ચાલ્યો. રતિસેના પાસે આવીને આડી અવળી વાતેથી તેણીને ખુશી કરી, “જો પ્રિયા! તને કાંઈક આશ્ચર્ય બતાવું !
એ આશ્ચર્ય જેવાને આતુર થયેલી રતિ સેનાની આંખમાં પેલું વેતજનનું અંજન કરી કરભી (હાથિણી) બનાવીને પિતાને મકાને ચાલ્યો ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com