________________
એકવીશ ભવન નેહસંબંધ
૨૫૯ - કુકિનીનાં વચન સાંભળીને સુમિત્રમાં એક નિષ્ઠાવાળી રતિસેના બેલી. “અનેક નદીઓના સંગમે કરીને પણ સમુદ્ર તૃપ્તિ પામતો નથી, અગ્નિ જેમ જેમ કાષ્ટને ગ્રહણ કરે છે તેમ તેમ તેની ભૂખ વૃદ્ધિ પામે છે. તેમણે પાપિણી! મારા સ્વામીએ તને ધનથી માલામાલ કરવા છતાંય તારું પેટ ભરાયું નહિ, પણ યાદ રાખજે અગ્નિ મારા શરીરનો ભલે સ્પર્શ કરે કિંતુ સુમિત્રને છોડીને બીજે સુંદરમાં સુંદર ગણાતે નર પણ મારા શરીરને નહિ સ્પશી શકે!
રતિસેનાને અનેક રીતે સમજાવવા છતાં એને નિશ્ચય અડગ જાણીને કદિનીએ આખરે નમતું મૂકીને સુમિત્રને શોધી કાઢવાનું કબુલ કરી પારણું કરાવ્યું. ત્યારથી અક્કી નગરના ચારે ખુણે શેાધ કરતી ભમવા લાગી, પણ સુમિત્રની ભાળ કાંઈ મળી શકી નહિ,
કેટલાક સમય પસાર થઈ ગયો ત્યારે એક દિવસે કુટિની બજારમાંથી જતી હતી તે સમીપે રથની અંદર વસ્ત્રાલંકારથી સુસજજ બેઠેલા સુમિત્રને જોઈ તેની પાસે દોડી આવી,
હે સુંદર! હે મહાભાગ! તું આમ એકાકી અમને કહ્યા વગર જતો રહ્યો તે સારું કર્યું નહિ, મારી નિર્દોષ પુત્રી તારા વિરહથી દુખને અનુભવ કરતી મરવા પડેલી છે તે તું ત્યાં આવીને મારી પુત્રીને જીવિતદાન આપ, અરે! એવું કેઈ સ્થાન નથી કે જ્યાં અમે તારી ધ ન કરી હોય, છતાં બહારથી મનહર પણ અંદરથી કઠોર હૃદયવાળા તેં અમને નિર્દોષને તજી દીધાં એ કાંઇ સારું કર્યું કહેવાય નહિ.”
માયા કપટ ભરેલાં કુટિનીનાં વચન સાંભળી એના પહાવભાવ જોઈ સુમિત્ર વિચારમાં પડ્યો, “અહો! હજી
કા વ
વરહથી
મારી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com