________________
૨૫૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કર સિદ્ધ પુરૂષના વચનથી બેધ પામેલા રાક્ષસે તેનું વચન અંગીકાર કર્યું, પછી તો સુમિત્રને ખમાવી બન્ને સ્ત્રીઓ અને દલિત તેને અર્પણ કરી પિતાને સ્થાનકે ચાલ્યો ગયો.
સુમિત્ર પણ સિદ્ધ પુરૂષને ઉપકાર માનતો ને એના ગુણેને યાદ કરતાં મહાશાલપુરનગરમાં આવ્યો ત્યાં ભાડે મકાન રાખી બન્ને પ્રિયાઓ સાથે સુખ ભેગવતે આનંદમાં કાલ નિર્ગમન કરવા લાગે
મેલાપ, મહાશાલપુરમાં વૃદ્ધ અકાએ મણિની ચોરી કર્યા પછી ગુપચુપ સમયવર્તીને સુમિત્ર તે નિકળી ગયે, સુમિત્રના જતા રહેવાની ખબરથી અક્કા તે રાજી થઈ ગઈ હતી. “ઠીક થયું તે ટાઢા પાણીએ ખસ ગઈ.”
સુમિત્રના જવાથી રતિસેના તો દુ:ખી દુ:ખી થઈ ગઈ, તેણીએ તે ખાનપાન તજી દીધાં, સ્નાન કરવું, વસાલંકાર ધારણ કરવા એ પણ છોડી દીધું. સુમિત્ર ઉપર એક પ્રીતિવાળી રતિસેનાને ત્રણ ઉપવાસ થયા, એક સુમિત્રનોજ જાપ કરતી ને તેનામાંજ એક ભક્તિવાળી રતિસેનાનું મન કયાંય રમતું નહિ,
રતિસેનાની આ સ્થિતિ જોઈ એની માતા કુટિની ગભરાણી હાય! આમ તે પુત્રી મરી જશે શું ?” મનમાં વલોપાત કરતી રતિસેના પાસે આવીને બેલી. “અરે પુત્રી! તને થયું છે શું ? આ નગરમાં અનેક ધનવાન અને રૂપવાન નવજવાને એક એકથી અધિક છે. તારૂં રસભર્યું મન કેઈનીય સાથે નથી રમતું શું ? મન ગમતાં ભજન કર, આપણે તે એક ધનને જ વરીયે મનુષ્યને નહિ.” કુટિનીએ રતિસેનાને સમજાવવા માંડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com