________________
૨૫૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
જણાયાથી એણે ધાર્યું કે સફેદ અંજનના પ્રયોગ વડે આ અને સ્ત્રીઓને કરભી કરેલી છે. તે કૃષ્ણ અંજનથી એમને મૂળ સ્વરૂપે પ્રગટ થતું હશે, એમ વિચારી તરત જ એણે પેલી સળી વડે કૃષ્ણ અંજન એમની આંખમાં આર્યું.
તરત જ તે બન્ને સુંદર મનુષ્ય સ્ત્રીઓ બની ગઈ સુમિત્ર એમને મનુષ્ય સ્વરૂપમાં જોઈ નવાઈ પામતે ને તેમની કુશળતા પૂછતો બધી હકીક્ત પૂછવા લાગ્યા, આ બધું છે શું? તમે કેણ છો ? ને આ બધું શી રીતે બન્યું?
સુમિત્રના જવાબમાં એક સ્ત્રી બોલી, “હે સુંદર! ગંગાનદીની ઉત્તર દિશાએ ભદ્રક નામે શહેર આવેલું છે, ત્યાં ગંગાદિત્ય નામે શ્રેષ્ટિ રહેતો હતો. તેને સુધારા નામે પત્ની થકી આઠ પુત્રો ઉપર બે પુત્રીઓ અવતરી, એનું નામ જયા અને બીજીનું નામ વિજયા,
એ બન્ને બહેને જ્યારે યૌવન વયમાં આવી, તે સમયે ગંગાના તટ ઉપર એક શર્મક નામે પરિવ્રાજક રહેતો હતે શિયાવાન અને શૌચ ધર્મમાં તત્પર, બેલવામાં હાજર જવાબી, વૈદક અને નિમિત્તને જાણનાર, બાહ્યથી ઉદાર અને સુંદર આચારવા છતાં અંતરમાં પૂર પરિ ણામી એ પરિવ્રાજકને એક દિવસે પારણાને માટે મારા પિતાએ આમંત્રણ આપ્યું.
પરિવ્રાજકને સત્કાર કરી બહુ માનથી તેને જમવા એસાડ, પિતાની આજ્ઞાથી અમે બને તેની બને બાજુએ બેસીને પવન નાખવા લાગ્યા, મનહર એવાં પકવાન્ન, શાક, દાલાદિક ભોજન છતાં અમારા રૂપમાં આશક થયેલો તે વારંવાર અમને જેતે ને નિ:શ્વાસ મૂક્તો કંઈક ચિંતવવા લાગ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com