________________
એકવીશ ભવને સ્નેહસંબંધ તે અહીંથી જવામાં જ સાર છે. એમ વિચારી તે રતિસેનાના મકાનમાંથી નિકળી ગયો. રાજાને ફરિયાદ કરવા જતાં મનમાં વિચાર થયો કે આવી નમાલી વાત રાજાને કહેવા કરતાં હાલમાં પરદેશ જવું એજ ઠીક છે, એમ ચિંતવી દેશાવર ચાલ્યા ગયે
અરે જગતમાં અજ્ઞાનને ધિક્કાર થાઓ, તેની ઈચ્છા મુજબ દ્રવ્ય આપવા છતાં એ લોભી સ્ત્રીએ મને છેતરીને મણિ લઈ લીધો પણ એની પૂજા વિધિની એને ખબર ન હોવાથી એને કાંઈ લાભ થશે નહિ. એક પથરના ટુકડા કરતાં એને કોઈ અધિક લાભ થશે નહિ. હવે શું ઉપાય કરું કે જેથી એ દુષ્ટાને કંઇક ચમત્કાર બતાવી મારે મણિ હાથ કરું?) ઈત્યાદિક વિચાર કરતો તે અનુક્રમે કઈ
ન્ય નગરમાં આવ્યું. બહુ ઉધાનવાળા અને રમણીય એવા તે નગરને જોઈ આશ્ચર્ય પામેલો સુમિત્ર નગરમાં પ્રવેશ કરતા રાજમંદિર તરફ ચાલે,
મનુષ્ય રહિત એવા રાજમંદિરની સમી ભૂમિકાએ મનમાં આશ્ચર્ય પામતે તે ઉપર ચડી ગયો, સાતમી ભૂમિએ ચારે તરફ નજર કરતાં તે સુમિત્રને સાંકળથી બંધાચિલ બે હસ્તિની દેવામાં આવી. એમનાં અંગ માથી વિલેપન કરેલાં હતાં, કપુરની સુગંધથી એમનાં મસ્તક સુવાસિત હતાં. ને એમની ગ્રીવાએ પુષ્પની માળા હતી એવી બે કરિણિ યુગલને જોઈ “આ શું ? એમ ચિંતવતાં વળી ચારે તરફ જોવા લાગ્યા,
સામે ગેખમાં એણે શ્વત અને કૃષ્ણ જન યુક્ત બે દાબડીઓ જોઈ, અંજન માટે સળી પણ ત્યાં પડેલી હેવાથી એને કંઈક ભેદ જણાય
એ કરભી યુગલની આંખ જેવા શુભ અંજનયુકત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com