________________
૪૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
છે, ચંદન ઉપર નહિ ધનની અર્થી એવી વેશ્યા ચંડાલને પણ ઇચ્છે છે. અરે કેઠીયા સાથે પણ જે દ્રવ્ય લાભ થતો હેય તો રમે.
વેશ્યાની નીતિને જાણવા છતાં પણ સુમિત્રે કેટલાક સમય રતિસેનાના સહવાસમાં પસાર કર્યો. મણિના પ્રભાવથી ભૂષણ, અલંકાર વગેરેથી એણે કુટિનીની મહા ઈચ્છાને પણ પૂર્ણ કરી. વારંવાર એ પ્રમાણે કુદિનીની ધનેચ્છા પૂર્ણ થવાથી એ દુષ્ટ કુટિની વિચારમાં પડી,
“અહે ચિંતામણિ રત્ન વગર આટલું બધું ધન કેણ આપી શકે? કઈ પણ ઉપાયથી એની પાસે મણિ મારે પડાવી લેવો જોઈએ. એ પ્રમાણે દુષ્ટ કુદિની અનુકુળ સમયની રાહ જોવા લાગી. - અન્યદા પિતાનાં વસ્ત્ર દૂર મુકીને સુમિત્ર સ્નાન કરવાને બેઠો. તે સમયને લાભ લઈ પેલી કુટિનીએ એનાં વડ્યો તપાસવા માંડયાં, તો એક વઅને છેડે મણિ બાંધેલો તે આ દુષ્ટાએ છાડી લઈ સંતાડી દીધો. " કુકિનીએ ધનની માગણી કરવાથી સુમિત્રે એકાંતમાં જઈ પેલા મણિની પૂજા કરવા માટે તપાસ કરી પણ તે નહિ મલવાથી ખિન્ન ચિત્તવાળા તેણે ઘરના માણસની જડતી લેવા માંડી, તેની આવી ચેષ્ટા જોઈ ગુસ્સે થયેલી પેલી કઠિની સુમિત્રને ધમકાવતી બોલી. “અરે ! તારી પાસે ધન ન હોય તો સર્યું, અમારા ઉપર ખોટા આળ ના મુક
એ કદિનીની કુટિલતાથી સુમિત્રે વિચાર્યું. “નક્કી આ ફિઝાએ જ મારે મણિ હરી લઈ તસ્કરવિદ્યા ચલાવી છે. હવે શું થાય? શું રાજાની આગળ ફરીયાદ કરું? અહીંયા હવે આ દુષ્ટા મને રહેવા દેશે પણ નહિ. માટે અત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com