SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ પૃથ્વોચંદ્ર અને ગુણસાગર પુત્રની વાણી સાંભળી રાજકુમારે એ નીલરત્નની પૂજા કરી, “આ રનના પ્રભાવથી શી રીતે રાજ્ય પ્રાપ્તિ થશે?” ઈત્યાદિક ચિંતવન કરતા તે આમ્ર વૃક્ષની નીચે બેઠે * પિતાના મિત્રને ત્યાં છેડી નજીક લતાકુંજમાં જઇને સુમિત્રે પુષ્પાદિકથી પિતાના રક્ત રત્નની પૂજા કરીને સ્નાન માટે વિલેપનાદિક સામગ્રીની યાચના કરી, તરતજ ણિના પ્રભાવથી દિવ્ય અંગમર્દન કરનારાઓએ પ્રગટ થઈ તેલવડે મર્દન કરી બનેને સ્નાન કરાવ્યું, દિવ્ય સ્ત્રીએએ પ્રગટ થઈને તે બન્નેને મનગમતાં ભોજન કરાવ્યાં પછી દિવ્ય તાંબુલ ગ્રહણ કર્યા, ને મણિના પ્રભાવથી દિવ્ય શૃંગાર ધારણ કરી તેઓ સ્વસ્થ થયા, તે પછી અંગમર્દન કરનારા અને દિવ્ય સ્ત્રીઓ બધુ અદશ્ય થઈ ગયું, - હવે મહાશાલ નગરને રાજા અપૂત્ર મરણ પામેલા હોવાથી મંત્રીએ રાજ્ય વ્યવસ્થા માટે વિચારમાં પડયા, છેવટે પંચ દિવ્યના નિર્ણય પર આવી તેમણે પંચ દિવ્ય કયા, તે અનુક્રમે ઉદ્યાનમાં વીરાંગદ કુમાર પાસે આવ્યાં, કુમારને જોઈ ગર્જના કરતા ગજરાજે પોતાની સૂંઢમાં રહેલા કલશવડે કુમારને અભિષેક કરી પોતાના સ્ક કુમારને બેસાડ્યો. ચામર અને છત્ર કુમારની આજુબાજુ શોભી રહ્યાં, એ પંચ દિવ્યની પાછળ રહેલા મંત્રી આદિ રાજ પુરૂષોએ જયજય શબ્દ પોકાર્યા, નગરમાં પ્રવેશ કરવા માટે મંત્રીઓએ નમસ્કાર કરીને કુમારને પ્રાર્થના કરી. એ પ્રસંગને લાભ લઈ મંત્રીપુત્ર સુમિત્ર પોતાના મિત્રને રાજ્ય પ્રાપ્ત થયું જાણું ત્યાંથી ખસી ગયે ગુપ્તપણે એ જ નગરમાં રહીને મિત્રના સુખને જતાં સ્વતંત્રપણે જ કરવાને તેણે વિચાર કર્યો, અને એ ગરબડમાંથી નગર તરફ સરકી ગયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy