SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર માનથી તે સતાષ પ્રમાડતા હતા. એક દિવસે કાઈ કથાકારે રાજસભામાં રાજાની આગળ વીરાંગદ અને સુમિત્રનું કથાનક શરૂ કર્યું. વિજયપુર નગરના રાજા સુરાંગધ્ન ગુણવાન અને ભાગ્યશાળી વીરાંગદ નામે પુત્ર હતા. પ્રધાનપુત્ર સુમિત્ર સાથે એને ગાઢ મિત્રતા થઇ એકદા ઉદ્યાનમાં ક્રીડા કરતાં રાજકુમારે સુમિત્રને કહ્યું, “મિત્ર ! પુણ્યની પરીક્ષા કરવા માટે આપણે દેશાંતર જઇએ. અનેક કૌતુકથી ભરેલી પૃથ્વીને જોઇએ. સજ્જન અને દુનની પણ પરીક્ષા કરીકે. કારણ કે ધન, કીર્ત્તિ, યશ, વિદ્યા, વિજ્ઞાન અને પુરૂષા એ બધું પ્રાય: કરીને પરદેશમાં જ પુરૂષને પ્રાપ્ત થાય છે”, રાજકુમાર વીરાંગદની વાત સાંભળી સુમિત્ર ખેલ્યા. મિત્ર! તમે કહ્યું તે બરાબર છે. પરન્તુ આપણે પરદેશ જઇએ તે એક શહેર કે એક રાજાની મુલાકાત લઈ પાછા આવીયે એમાં ચતુરાઇ શી ? પણ અનેક નગર અને શહેરા જોઇયે, સેંટા વિજ્ઞાનવિદ્યાના અભ્યાસ કરીયે, ઘણા સજાઓની સેવા કરીયે, પરદેશમાં અનેક સ્થાનકોના ફરીને આપણે અનુભવ કરીયે”, તારી વાત તેા ઠીક છે પણ માતા પિતાના ત્યાગ કરી આપણે શી રીતે જઇ શકીયે? જો છાનામાના-ગુપચુપ જતા રહીયે તા એમને ઘણુ' દુ:ખ થાય અને રજા લઈને જઈએ તેા જવા ન દે રાજપુત્રે પરદેશ જવા માટેની મુશ્કેલી રજી કરી. “ત્યારે આપણે એના કંઇક ઉપાય કરીયે” સુમિત્રે કહ્યું. તે પછી કેટલાક દિવસ પસાર થયા ને એક દિવસે ઉદ્યાનમાં અને મિત્રા આનંદ ગાષ્ઠિ કરતા હતા તે દરમિયાન શરણ, શરણ પાકારતા કાઈક પુરૂષ રાજકુમારના ચરણને વળગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy