________________
એકવીશ ભવના સ્નેહસંબંધ
૨૪૧.
ધર્મ કરવાનું સૌભાગ્ય શી રીતે પ્રાપ્ત થાય ? માટે ગૃહસ્થને ઉચિત એવા મારેયેાગ્ય મને ધમ આપા છે પામરની વાણી સાંભળી ગુરૂમહારાજ મેલ્યા કે:—
“તારે પંચપરમેષીમંત્રનું ત્રણે સધ્યાએ દરરાજ સ્મરણ ફરવું, ભાજન અવસરે, શયનકાલે પવિત્ર થઇને ત્રણ, પાંચ કે આઠવાર દરરાજ સ્મરણ કરવું, એ પ્રમાણે મુનિરાજ પ‘ચપરમેષ્ઠી નમસ્કારમંત્ર આપીને ચાલ્યા ગયા.
સંગત પણ તે દિવસથી પંચપરમેષ્ઠીનું સ્મરણ કરવા લાગ્યા. પ્રતિદિવસ પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતા ને નિષ્પાપ્ર જીવન ગુજારતા તે ઘણેાકાલ જીવીને અંતે વિશુદ્ધ ભાવથી મરણ પામીને પરમેષ્ઠી મત્રના પ્રભાવથી નંદીપુર નગરના પદ્માનન રાજાની કુમુદિની પ્રિયાથકી પુત્રપણે ઉત્પન્ન થયા. સ્વમામાં રત્નના સમૂહ જોવાથી માતાપિતાએ કુંવરનું નામ રત્નશિખ પાડચુ', કલાથી શાભતા રત્નશિખ વૃદ્ધિ પામતા અનુક્રમે યૌવનવયમાં આા.
પુણ્યથી આકર્ષાયેલી લક્ષ્મીની માફક કુમારનાગુણાથી રજીત થયેલી કાશલાધિપતિની કૌશલ્યા નામે કન્યા સ્વ વરા આવેલી તેને માટા આઢબરપૂર્વક રાજકુમાર પરણ્યા, એ રામાળા સાથે કુમાર અનુપમ ભેગાને ભાગવવા લાગ્યા.
એક દિવસે કુમુદિની લીએ રાજાના મસ્તક ઉપરના શ્રુતકેશ રાજાને બતાવવાથી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયા.. રત્નશિખ કુમારને પાતાની પાટે સ્થાપન કરી રાજા પત્નીસહિત વનવાસી તાપસ થયા. રત્નશિખ અને સામત અને મત્રી વડે શાભતા માયા પૃથ્વી મંડલના શાસક થા રાજસભામાં કથાવાર્તા વિનાઢમાં પોતાના સમય પસાર કરતા હતા. સારી સારી કથા કહેનારા પડિતાને દાન
૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
;
www.umaragyanbhandar.com