________________
૨૩૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પિતા ગંધર્વરાજ આવી પહોચ્યા. મારી હકીક્ત જાણી તે રાજાએ પોતાની પુત્રીને મારી સાથે પરણાવી દીધી. અમે બન્નેએ સુખમાં ઘણે કાલ વ્યતીત કર્યો.
એકદા દક્ષિણસમુદ્ર કિનારે ઉદ્યાનમાં અમે ક્રીડા કરવા ગયા. ત્યાંથી મારી પ્રિયા સાથે પાછા ફરી મારા નગરમાં હું જતો હતો ત્યારે માર્ગમાં મારી ફઈને પુત્ર સુમેધ નામે વિદ્યાધર મા મને જોઈને ઈર્ષ્યાથી બળતો મારી સામે લડવાને આવ્યો. હું પણ તેની સાથે લડવાને તૈયાર થયે
દેવવશાત ચિત્તની વ્યગ્રતાથી વિદ્યાનું એક પદ ભૂલી ગયે, જેથી હું ભૂમિ ઉપર પડી ગયે, એ મારી ગફલતને લાભ લઈ તે મારી પ્રિયાને લઈ ચાલ્યો ગયે હું એ ભૂલેલા પદને ઘણુ યાદ કરું છું પણ યાદ ન આવવાથી ઉડવા જતા વારંવાર ભૂમિ ઉપર પડી જાઉ છું.” તે વિદ્યારે પોતાની વાર્તા એ રીતે ટુંકાણમાં કહી સંભળાવી.
ચંદ્રગતિ વિદ્યાધરની હકીકતથી દુ:ખી થયેલ દેવરથકુમાર બોલ્યો, “ભાઈ! તમારા જેવા સમર્થ પુરૂષને છે શું ઉપકાર કરી શકું તથાપિ તમારી વિદ્યાને કલ્પ તમને જેટલો યાદ હોય તેટલે ભણી જાઓ.”
રાજકુમારની મધુર વાણી સાંભળી વિદ્યાધર એ આકાશગામી વિદ્યાને કલ્પ પોતાને યાદ હતો તેટલો ભણી ગયે. પણ એમાંને છેલ્લે ભાગ યાદ આવ્યો નહિ, તેથી યાદ હતો તેટલે બેસીને અટકી ગયો
પદાનુસારી લબ્ધિથી રાજકુમાર આગળનાં પદ કહી સંભળાવતાં બે બાકીને પાઠ આ પ્રમાણે છે કે નહિ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com