________________
એકવીશ ભવના સ્નેહસ” ધ
૨૩૧
બરાબર એમ છે. ” વિદ્યાધર તે પદ સાંભળીને પેાતાની વિદ્યા સંપૂર્ણ સિદ્ધ કરતા ખેલ્યા. રાજકુમારને પણ એ વિદ્યા સિદ્ધ થઈ ગઈ.
હે મિત્ર! તમારા જેવા ગુણવંત પુરૂષ ચિતજ હોય છે, મારા સારા ભાગ્યે મને તમારૂં દર્શન થયું” ને માર્ કાર્ય સિદ્ધ થયુ, પણ મારે હવે મારા શત્રુની ખબર લેવા જવું જોઇએ. તેથી મને કે તમને કાલક્ષેપ પાલવે તેમ નથી, છતાં તમારા ઉપકાર મારી ઉપર અપાર છે તેના મઃલામાં મારી પાસેથી આ વૈક્રિય વિદ્યાને ગ્રહણ કરો જે પાઠ કરવાથી જ સિદ્ધ થશે.” ચંદ્રગતિ વિદ્યાધર રાજકુ મારને વિદ્યા આપીને મધુર વચનથી ઉપકાર માનતા ચાલ્યા ગયા. રાજકુમાર પણ અનૅ વિદ્યાઓથી શાભતા ને અતિ ખળવાન થયેલા આગળ ચાલ્યા તે સુપ્રતિષ્ઠપુર નગર આવી પહેાઢ્યા.
ચદ્રગતિ વિદ્યાધર ઉપર ઉપકાર કરવાથી એના મનમાં હર્ષી હતા. પરોપકારીઆના સ્વભાવજ એવા હેાય છે કે જેઓ પારકા ઉપર ઉપકાર કરીને રાજી થાય છે. રાજમારને તા ઉપકાર કરવા જતાં એ મહા વિદ્યાના લાભ થયા. એ બધાંય પૂના સુકૃતનાં ફળ
૨
સ્વયંવર.
રવિતેજ રાજાએ સ્વયંવરને સુશાભિત બનાવવા માટે અથાગ પરિશ્રમ લીધા હતા. એના બુદ્ધિસાગર મત્રીઆએ એ વિશાળ મડપમાં રાજકુમારોના આસન પણ એવી ખુબીથી ગાવેલાં કે કોઇને એમાં પાતાનુ' અપમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com