________________
૨૨૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
વીને કહ્યું, “રાજકુમાર ! રવિતેજ રાજાએ પેાતાતાના ભાગ્યના નિર્ણય કરવાને અનેક રાજકુમારોને તેડાવ્યા છે. તા એ સ્વયંવર મ’ડપમાં જવાને તુ' પણ તૈયાર થા, કે જેથી ભાગ્યાભાગ્યના નિર્ણય થાય.”
દાક્ષિણ્યતાથી પિતાનું વચન અંગીકાર કરી પાતાની ના મરજી છતાં દેવરથકુમારે સ્વયંવરમાં જવાની તૈયારી કરી. ચતુરંગી સેના અને સુભટાના સમુદાય સાથે રાજમારે શુભમુહૂર્તે પ્રયાણ કર્યું, અનેક ગામ, નગર પત અને નદીનાળાંને જોતા રાજકુમાર એક અટવીમાં આભ્યા.
એ ભયંકર અરણ્યમાં છેદાયેલી પાંખવાળા પક્ષીની માફક કાઇ સુંદર અને નવજવાન પુરૂષને દીનતા ધારણ કરેલા તે ભૂમિપર પડેલા રાજકુમારે જોયા, એ ભાગ્યવાન નને જોઇ રાજકુમાર વિચારમાં પડ્યો. “કેવા ભાગ્યવાનસૌભાગ્યવાન છે . છતાં અત્યારે દીન રાંકના જેવા થઈ ગયા છે.”
રાજકુમાર એ નરની પાસે આવીને ખેલ્યા. હૈ ભાગ્યવાન! તારા જેવા પુરૂષ આવી રીતે એકાકી આ ભુચકર જગલમાં કયાંથી? આકાશમાં ઉછળી વારવાર ભૂમિ પર કેમ પડી જાય છે ??”
એ રાજકુમારની વાણી સાંભળી તે પુરૂષ ખેલ્યા. તમે જો કે જવાની ત્વરાવાળા જણાઓ છે. છતાં મારી ઘેાડી વાત પણ સાંભળે. આ વિજયમાં વૈતાઢય પર્વત ઉપર કુંડલપુર નામે નગરના શ્રીધ્વજ નામે વિદ્યાધરાના રાજા છે તેના ચગતિ નામે હું પુત્ર છું. પેાતાના વંશમાં ચાલી આવતી વિદ્યાથી મરજી મુજબ આકાશમાં ગમન કરતા હું ચાલ્યા જતા હતા, તે સમયે વજ્રથી આચ્છાદિત એક મનેાહર બાળાને સૂચ્છિત સ્થિતિમાં જોઇ તેની સખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com