________________
એકવીશ ભવને નેહસંબંધ
૨૦૫.
દેવપણે ઉત્પન્ન થયા, ઉન્માદયંતી સાધ્વી પણ સંલેખના પૂર્વક સમાધિથી કોલ કરીને તેજ દેવની દેવી પણ ઉત્પન્ન થઈ.
ઇશાન દેવલોમાં અઠ્ઠાવીશ લાખ વિમાને રહેલાં છે. તેમને શાસક ઈશાને બે સાગરેપમથી અધિક આયુMવાળે અને સાત હાથના શરીરને ધારણ કરનારે પ્રચંડ. શક્તિશાલી છે. વિમાનમાં દરેક વિમાને એક એક જીન ચૈત્ય હોય છેદરેક ચિત્યમાં એકસોએંશી ઇન પ્રતિમા શાસ્વતાપણે રહેલાં છે. ત્યાં પણ જીનેશ્વરની ભક્તિ કરતા ને વિહરમાન જીનેશ્વરને વંદન, નમન કરતો તે દેવ પોતાની દેવી સાથે સુખમાં કાલ વ્યતીત કરવા લાગ્યો; વૈકિય લબ્ધિ વડે ભિન્ન ભિન્ન શરીરની રચના કરતો તે વિવિધ ભેગેને ભાગવત હતો.
દેવતાઓનાં રૂપ, એમનાં સૌભાગ્ય, એમની અપૂર્વ દ્ધિ અમાપ, અખુટ હોય છે. એની વૃદ્ધિ સમૃદ્ધિની આપણે શી કલ્પના કરી શકીયે. એમને રહેવાનાં વિમાને પણ મણિરથી જડેલાં હોય છે; રત્નથી નિમિત એ વિમાનના સ્થ હોય છે એ બધુંય દિવ્યશક્તિવાળું અને શાશ્વત હોય છે. વૈક્રિય શરીરથી ભેગે ભેગવત તેમને કંઈ જુગના જુગ વહી જાય છે છતાં તેમના ભેગની સમાપ્તિ થતી નથી. તેમના ફક્ત એક નાટકમાં પણ સેંકડો વર્ષો વહી જાય છે તેઓ મન ચાહે તેવાં રૂપ ધારણ કરી ભાગ ભોગવી શકે છે. એવા એ દિવ્ય શક્તિને ધારણ કરનારાના સુખોની કેટલી વ્યાખ્યા કરીયે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com