________________
૨૦૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજારાણીએ એ વૈરાગ્યથી ભરેલા હદય વડે દિવસ પસાર કર્યો. બીજા દિવસના પ્રભાતે ઉધાનપાલકે વધામણિ આપી, “હે દેવ ! આપ જય પામો, વિજય પામો, લક્ષ્મી, સૌભાગ્ય અને ઐશ્વર્યથી આપ વૃદ્ધિ પામે આપની નગરીના ઉદ્યાનમાં જીનેશ્વર ભગવાન પધાર્યા છે, દેવતાઓએ સમવસરણની રચના કરેલી છે, તેમાં બિરાજેલા ભગવાન ભવ્ય જીવોને ધર્મ સંભળાવી રહ્યા છે.”
ઉદ્યાનપાલકની વધામણિ સાંભળી રાજા ખુશી થઈ ગ, એક લક્ષ દીનાર ઉદ્યાનપાલકને ઈનામ આપીને અંતઃપુર સહિત રાજા જીનેશ્વરને વંદન કરવાને ચાલે.
સમવસરણ દષ્ટિગોચર થતાં પંચ અભિગમ સાચવી રાજચિહનો ત્યાગ કરી રાજા સમવસરણમાં આવ્યો. વિધિપૂર્વક જીનેશ્વરને વાંદી પિતાને ગ્ય સ્થાનકે બેસી ભગવાનની દેશના સાંભળવા લાગ્યો, જીનેશ્વરની વાણીને સાંભળી રાજા મેહને પરાજય કરી પ્રિયા સહિત નગરમાં આવ્યો.
રાજાએ મંત્રીઓને બોલાવી પોતાના પુત્રની રાજ્યાભિષેક માટે તૈયારી કરવા હુકમ આપે. મુહૂર્ત જોવરાવી મંત્રીઓએ બધી તૈયારી કરી, શુભ મુહૂર્ત રાજાએ પિતાના પુત્રને રાજ્યાભિષેક કર્યો, નગરમાં આનંદમંગલ વર્તાઇરા.
રાજ્યની જોખમદારી દૂર કરી રાજા લલિતાગે પોતાની પ્રિયા ઉન્માદયંતી સાથે જીનેશ્વરની પાસે દીક્ષા ગ્રહણ કરી. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવા તે - લલિતાંગ રાજર્ષિ બાર પ્રકારના તપને આચરતા નિરતિચાર પણે સંયમની આરાધના કરવા લાગ્યા, - નિરતિચારપણે સંયમને પાળી પ્રાતે સમાધિપૂર્વક કાલ કરી ઈશાન દેવલોકને વિષે પાંચ પાપમના આયુષ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com