________________
૨૦૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
એક ક્ષણમાં વાયુથી વિખરાઇ ગયા-નષ્ટ થઈ ગયા. ખેને ધારણ કરતા રાજા એલ્યા
વાદળના એ તેા એવા સ્વભાવ જ છે કે એકાં મળીને ક્ષણમાં વિખરાઇ જાય.” રાણીએ રાજાના મનનું સમાધાન કર્યું.
અને એવીજ આ દુનિયાની વસ્તુઓ ધન, યૌવન, વૈભવ, ઐશ્વર્ય અને જીવિત બધુય એક દિન નષ્ટ થઈ જવાનું કેમ ખરૂને ? મેાટા પરાક્રમથી મેળવેલી આ લક્ષ્મી પણ નાશ પામી જવાની, અથવા તો એને છોડીને આપણેય જતા રહેવાનુંજ ને?” આયુ પૂર્ણ થતાં રહી શકતુ નથી દેવ !”
આ સ'સારમાં કઇ પ્ણ ક્ષણવારે
“તારી વાત સત્ય છે દેવી! યૌવન, લક્ષ્મી, વિત અધુ કમલપત્ર પર રહેલા જળ બિંદુની માફક ચપળ છે, વિદ્યુતના ઝમકારાની માફક ક્ષણમાં નાશ પામી જવાવાળું છે છતાં પણ મનુષ્ચા પલાક સાધવામાં ઉત્સાહ ધારણ કરતા નથી. એ આછી નવાઇભરી વાત છે?”
આ લાકના મુખમાં મગ્ન થયેલા માનવીને પરભવની કાંઈ પડી નથી, માનવી કુટુબ પરિવારાદિકની ઉપાધિમાંથી મુક્ત થાય ત્યારે પરલેાકને સંભારે ને?”
હું મુલાચને! માહમાં મુંઝાયેલ મનુષ્ય કાંઇ દેખી શકતા નથી. પણ આ પ્રાસાદની માફ્ક અનિત્ય આયુષ્ય પુરૂ થતાં હાથી, અશ્વ, રથ અને પાયદળાદિ ચતુરગ અળના જોતાં જોતાં મૃત્યુ માનવીને હરી લે છે ત્યારે એ શુ કરી શકે છે ?”
પરવશ પડેલા માનવી શું કરે? એના જે ત્યાં ઉપાય ચાલે તા મૃત્યુને પણ છેતરવાને તૈયાર થાય ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com