________________
એકવીશ ભવને નેહસંબંધ
૨૦૧
શરદરૂતુનાદિવસે સુષ્ટિના સૌંદર્યની શોભામાં વધારે કરી રહ્યા છે. વષારૂતુનું ઘનઘોર આકાશ અત્યારે સ્વચ્છ અને નિર્મળ દેખાય છે. આકાશમાં કવચિત વાદળીઓ અનેક સ્વરૂપને ધારણ કરતી પાછી વિખરાઈ જાય છે. શરદ રૂાને સૂર્ય પણ પોતાના પ્રકાશથી જગતને આનંદ આપી રહ્યો છે એ શરદ રૂતુની મોજ માણતા માનવીએને મન તો એવું હતું કે આ ભવ મીઠા તો પરભવ કેણે દીઠા.
એ શરદરતના એક દિવસે લલિતાંગનુપ પિતાની પ્રિયા સાથે વિવિધ ક્રીડા કરતે ગેખમાં બેઠો હતો. સમય સાંજનો હેવાથી આકાશમાં અનેક પંચરંગી વાદળ એકઠાં મળીને વિખરાઈ જતાં હતાં. નવીન નવીન સ્વરૂપને ધારણ. કરી વિખરાઈ જતાં એ વાદળને કાંઈ વાર લાગતી નહતી. રાજાએ અકસ્માત આકાશ તરફ દષ્ટિ કરી તે વાદળથી બનેલો પંચવર્ણવાળ મનહર પ્રાસાદ નજરે પડયો જાણે ઉત્તમ અને કળાનિપુણ કારીગરને બનાવેલો હોય! એવા મનહર પ્રાસાદને જોઈ રાજા ખુશી થયો. રાજા વાદળથી બનેલા પ્રાસાદના સૌંદર્યને એક ચિત્ત જોઈ રહ્યો. - ક્ષણવાર પછી જ્યારે રાજાની નજર પ્રાસાદ ઉપર પડી કે તે મહેલનાં વાદળ ધીરે ધીરે વિખરાવા લાગ્યાં, એ પંચવર્ણયુક્ત પ્રાસાદ છેદાઈ શીર્ણવિશીર્ણ-છિન્નભિન્ન થઈ ગયો ને રાજા ચમક્યો “પ્રિયે! આકાશમાં રહેલા પ્રાસાદને જેવામાં પણ વિધિએ વિદ્ધ કર્યું.
શી રીતે?” પટરાણી કે જે રાજાની વાતમાં રસ લેતી હતી તે બેલી.
“શું કહે દેવી! શરદ રૂતુના વાદળની ચપળતા તો જે? સારે અને મનહર આકૃતિવાળે અન્નપ્રાસાદ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com