________________
૨૦૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
રાજકુમાર પ્રિયા સહિત રાજમહેલમાં આવી પહોંચ્યું અને પિતાને નો, - ઘણે દિવસે પુત્રને કુશલક્ષેમ આવેલ જોઈ રાજા ખુશી થતો પુત્રને ભેટયો. પિતાને નમીને લલિતાંગ પોતાની માતાને નમ્યું. સને મલી ભેટી પોતાના આવાસે આવ્યા. પ્રિયા ઉન્માદયંતી સાથે પંચ વિધ સુખને ભેગવતો સુખમાં કાલ નિર્ગમન કરવા લાગ્યો.
અન્યદા રાજાએ પુત્રને યોગ્ય જાણી એના રાજ્યાભિષેકની મંત્રીઓને આજ્ઞા કરી, જ્યોતિષીને બોલાવી શુભમુહૂર્ત જોવરાવ્યું - એ રાજ્યાભિષેક નિમિત્તે નગરમાં મોટે પટ્ટ મહેસવ થયો. લેકે આનંદમાં મસ્ત રહેવા લાગ્યાં, શેક સંતાપ બધાં અદશ્ય થઈ ગયાં ને શુભ દિવસે લલિતાગને રાજ્યાભિષેક થઈ ગયો કુમાર લલિતાંગ નરપતિ લલિતાંગ થયે, રાજાએ રાજ્યની જવાબદારીથી મુક્ત થઈ આત્મહિત સાધ્યું. રાજા લલિતાંગ પણ ન્યાયથી પ્રજાનું પાલન કરતા પિતાને કાલ સુખમાં વ્યતીત કરવા લાગે
વૈરાગ્ય. अर्थानामर्जने दुःख-मर्जितानां च रक्षणे । आये दुःखं व्यये दुःखं, धिगर्थोऽनर्थमाजनम् ॥१॥
ભાવાર્થ-ધન ઉપાર્જન કરવામાં દુઃખ રહેલું છે. રક્ષણ કરવામાં પણ અનેક ચિંતાઓ રહેલી છે. ધનના આવવામાં તેમજ નાશ પામવામાં દુખ રહેલું છે એવા અનર્થને કરનાર ધનને ધિક્કાર થાઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com