________________
==
===
=
=
=
==
====
===
=
=
૧૯
=
-
-
-
-
-
એક્વીશ ભવનો સ્નેહસંબંધ
રાજકુમારે! આ બધું તમારી પરીક્ષા માટે હતું. તમારા ચારેના વિવાદને અંત કેઈપણ રીતે ન આવવાથી તમારા ચારેમાંથી રાજબાળા માટે યોગ્ય નર કેણ છે તેની આ અગ્નિ પરીક્ષા હતી. જેમાં તમે ત્રણે હારી ગયા છો, રાજકુમાર લલિતાંગ રાજબાળ માટે યોગ્ય સાબિત થયા છે. સુબુદ્ધિ મંત્રીએ રાજકુમારે આગળ ખુલાસો કર્યો. જે સાંભળી રાજસભા પણ મંત્રીની બુદ્ધિની તારીફ કરવા લાગી,
મંત્રીએ પણ અગ્નિ પરીક્ષામાંથી બન્નેને શી રીતે બચાવી લેવામાં આવ્યાં તે હકીકત કહી સંભળાવી, મંત્રીની હકીકત સાંભળી રાજકુમારના મનનું પણ સમાધાન થઈ ગયું.
રાજાએ મોટા આડંબર પૂર્વક લલિતાંગ અને રાજકુમારીનાં લગ્ન કરી દીધાં પેલા ત્રણે રાજકુમારે એ વિવાહ ઉત્સવમાં ભાગ લઈને પોતપોતાને વતન ચાલ્યા ગયા. રાજકુમાર લલિતાંગ શ્વસુરના આગ્રહથી ત્યાં રહ્યા,
કેટલાક દિવસ પછી લલિતાંગ સાસુસસરાની-રાજાની આજ્ઞા મેળવી પિતાને વતન જવાને તૈયાર થયો, રાજાએ પણ લલિતાંગને આગ્રહ જાણું પુત્રીને સાસરે વળાવી, કરકરીયાવરમાં ખુબ હાથી ઘોડા રથ પાયદળ અને જરઝવેરાત, વસ્ત્રાભૂષણ આપી પુત્રીની મનોકામના પૂર્ણ કરી
એક સારા દિવસે રાજકુમાર લલિતાંગ પિતાની પ્રિયા તેમજ પરિવાર સાથે પોતાને વતન જવાને રવાના થયો,
રાજાએ પોતાના પુત્રને પરિવાર સહિત આવેલ જાણું એને માટે પ્રવેશ મહોત્સવ કર્યો. નગરનાં નરનારીઓ કુમારની વધુનાં દર્શન કરી વખાણ કરવા લાગ્યાં. નગરમાં અનેક સ્થળે લેકેથી સત્કાર કરતા અને પૂજાતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com