________________
૧૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર હશે શું! શું એનું સાહસ! કે એને આત્મવિશ્વાસ! કે એને સ્નેહ
“મંત્રી! તમે કહેતા હતા કે પરિણામ સારું આવશે તમારૂં સારૂ પરિણામ તે આજ કે બીજું ? નાહક નરી બે ઉત્તમ જીની હત્યા કરાવી નાખી!” ઉદાસ વદને રાજા મંત્રીને કંઇક ઠપકે આપતો હોય તે ઢબે બે,
“મને લાગે છે કે હજી પણ એથી સારું પરિણામ આવશે રાજન !” મંત્રી સુબુદ્ધિ મુછમાં હસતા બોલ્યા પિતાની કારવાઇની કેઈને ખબર નહતી. રાજાએ ચિતા તૈયાર કરાવી પણ મંત્રીએ જોયરૂ તૈયાર કરાવી બચાવની જે તૈયારી કરી હતી તેની મંત્રી સિવાય કેઇને માલુમ નહતી. બધાય સમજ્યા કે આ બન્ને જુવાન આત્મા સંસારની મેજ જોયા વગર આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા હતા
હજી એથી ય સારૂ રાજાની આંખ ચમકી. “ હજી કેઈને ભાગ લેવાનો બાકી છે શું ?
“ના મહારાજ, આપ જરી ધિરજ રાખો, પ્રથમ પેલા ત્રણે રાજકુમારે હવે શું કરવા માગે છે તે તો જાણુએ.” મંત્રીએ કહ્યું,
હા! બોલાવે.” રાજાએ પહેરેગીરાને આજ્ઞા કરી, રાજાની આજ્ઞાથી એ ત્રણે રાજકુમાર રાજાની સભામાં આવીને હાજર થયા. રાજાએ તેમને પ્રશ્ન પૂછે, તેના જવાબમાં રાજકુમારે બોલ્યા.
“મહારાજ! અમે હવે અમારા દેશ જવાની તૈયારી કરી રહ્યા છીએ, આજને આજ અમે અહીંથી ચાલ્યા જવા માગીએ છીએ.”
“તમારા જેવા શાણા અને સમજુ રાજકુમારને તે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com