________________
૧૯૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર બળી મરવા તૈયાર થાય તો એમાં અમારી અનુમતિ છે. ભલે એ બંને જણ અગ્નિભક્ષણ કરે.
મંત્રીની વાણી સાંભળી ચારે રાજકુમારે વિચારમાં પડ્યા. “અહે! આ મંત્રીનું બુદ્ધિબલ તે જુએ? અમારે વિવાદ એ બુદ્ધિશાળીએ આપોઆપ ભાગી નાખે. તેય અમારું માન પણ ખંડિત કર્યા વગર.”
રાજકુમારે એ દુભાતા હૃદયે રાજબાળાને અનુમતિ આપી. રાજકુમારી એ પણ યાચકને દાન આપીને ચિતામાં પ્રવેશ કર્યો. ચારે બાજુએથી અગ્નિ પ્રજ્વલિત થયે ધુમાડાથી ચારે કેર અંધકાર છવાઈ રહ્યો. એની સાથે કાષ્ટ ભક્ષણ કરવાની રાજકુમારોમાંથી કેઈની હિમ્મત ચાલી નહિ પણ લલિતાંગ આકુળ વ્યાકુળ છતાં “અનાથ એવી મારી પ્રિયાને શું અગ્નિ બાળી નાખશે ? એના વગર મારે જીવિતનું પણ શું પ્રજન છે?' એમ વિચારતો ચિતામાં પડવાને તૈયાર થયે, મંત્રી, સામંતાદિકે વાર્યા છતાં તે એકદમ ચિંતામાં કૂદી પડયોબધાને વિસ્મય પમાડતો લલિતાગ એ ધુમાડાથી ઘનઘેર ચિતામાં બળી મરવાને પ્રિયાને સાથીદાર થયે.
“અરે! અરે! આપ આ શું કરે છે? મારા જેવી એક તુચ્છ સ્ત્રીની ખાતર આપ જેવા નરરત્નને અકાળે મરણ ન ઘટે રાજકુમાર લલિતાંગને ચિંતામાં પડતો જોઇ સ્નેહલ્લાસપૂર્વક રાજબાળા બોલી,
ચિતામાં એ બન્નેની ચારેકેર અગ્નિની જવાળાઓ સળગી રહી હતી. ધુમાડાથી આકાશ ઘનઘોર છવાઈ ગયું હતું, એવા ભયંકર મૃત્યુની પરવાહ કર્યા વગર લલિતાંગ પ્રિયાને જવાબ આપવા લાગ્યા, તે દરમિયાન એક બનાવ બન્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com