________________
એક્વીશ ભવને સ્નેહસંબંધ
૧૮૧
રાજાને સર્વે હકીકત કહી સંભળાવી. રાજાએ કુમારના પ્રયાણ માટે મુહૂર્ત જેવરાવ્યું.
એક સારા મુહૂર્ત રાજાએ નિધિફડલ કુમારને હાથી, ડા, રથ, પાયદળ વગેરે સુભટ તેમજ ઉત્તમ કળાકુશળ મંત્રીઓ સાથે વિજ્યાવતીના માર્ગે રવાને કર્યો. અખંડિત પ્રયાણ કરતા નિધિફડલ કુમાર મહા અરણ્યમાં આવ્યો તે સમયે દૈવયોગે કુમારને અશ્વ સમુદાયથી વિખુટા પડી અન્યત્ર ચાલ્યા ગયે, અશ્વથી હરાયેલ કુમાર એકાકીપણે વનમાં ભટકતે નિશા સમયે જાગ્રતપણે વનમાં સમય વ્યતીત કરવા લાગ્યો.
એ ભયંકર અરણ્યમાં મધ્યરાત્રીને સમયે જાગ્રત રહેલા તે નિધિકંડલ કુમારે રૂદન કરતી કેઇક સ્ત્રીને શબ્દ સાંભળે “આ ભયંકર જંગલમાં સ્ત્રીનું રૂદન ! નક્કી એ તો કઈ પાપી રાક્ષસનું કારસ્તાન, જેવા તો દે.” દુ:ખી સ્ત્રીના રૂદનથી દુઃખી થયેલ કુમાર શબ્દને અનુસારે એ રૂદન કરતી સ્ત્રીની નજીક આવી પહોંચે. દષ્ટિ માર્ગમાં રહે તેવી રીતે ગુપ્તપણે કુમાર એની ચિકિત્સા જેવા લાગ્યો, સાંભળવા લાગે.
અગ્નિની જ્વાળાઓ વનને પ્રકાશિત કરી રહી હતી, એવા અગ્નિકુંડની સમીપે સ્નાન કરાવેલી, રક્તચંદનના લેપવાળી, રાતાકણેરની માળાને ગળામાં ધારણ કરેલી, સુંદર સ્વરૂપવાન કુમારીકાને કાપાલિકે મંડલમાં ઉભી રાખેલી હતી, જેગી હાથમાં મસ્તકને છેદન કરવાવાળી કર્તિકાને લઈને તેની પાસે ઉભે છત, દેવીની સ્તુતિ કરતા હતે “હે ભગવતિ! હે ત્રિશુલ ધારીણી! હે દેવી! આ બાળારૂપ બલિને ગ્રહણ કરી
ગીએ બાળા તરફ ફરીને છેલ્લાં છેલ્લાં કહ્યું, બહૈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com