________________
એકવીશ ભવને સ્નેહુસ અધ
૧૦
“રાજકુમાર ! એનું નામ, ગામ, ઠેકાણુ તા કહે એ તા હુંય નથી જાણતા, આજ સુધી મે... એને ક્યાંય જોઇ નથી. એના જેવું લાવણ્ય પણ જોયુ* નથી.” નિરાશ થતા ખિન્નવદને રાજકુમાર ખેલ્યા.
કુમારની હકીકતથી મિત્રો પણ ચિંતાતુર થયા,બધાય વિચારમાં પડ્યા કે હવે કરવું શું એ સ્વસુ દરીતે શાધવીય શી રીતે. ”
.
એચિંતાતુર રાજકુમાર અને તેના મિત્રો સમક્ષ એક રાજસેવક આવીને ઉભો રહ્યો. રાજકુમાર ! રનચૂડ રાજાના સેવક આપનાં દર્શન કરવાની રજા માગે છે. રાજાએ એમને આપની પાસે માઢ્યા છે. આપને કંઇક અદ્ભૂત બતાવવા માગે છે.” રાજસેવકની વાણીસાંભળી કુમારે અનુમતિ આપી.
રત્નચુડ રાજાના સેવકોએ રાજકુમારની પાસે આવી નમસ્કાર કરી પેલું અદ્ભૂત લાવણ્ય યુક્ત ચિત્ર રાજકુમારના હાથમાં મુક્યું. એ ચિત્રને જોતાંજ વિહવળતા યુક્ત નેત્રવાળા કુમાર ખેલ્યા. એજ ! એજ ! સ્વપ્ર : સુદરી, મિત્રો !” કુમાર ! આ તા કોઈ દેવીનું ચિત્ર જણાય છે. સ્વપ્ન ઝમાં આપને કોઇ વીનાં દર્શન થયા લાગે છે કે શું?” ચિત્રપટને જોતાં મિત્રોએ અભિપ્રાય આપ્યા.
“આ કણ દેવીનું ચિત્ર છે ?” રાજકુમારે મિત્રોની સંમતિથી આગંતુક રાજસેવકાને પૂછ્યું, એના મિત્રોએ પણ દેવીની વાત જાણવાને કાન સરવા કર્યાં.
સ્વામિન ! આ કાંઈ દૈવીનું ચિત્ર નથી. પણ વીના સૌંદર્યાંનું હરણ કરીને વિધાતાએ એક મનુષ્યકન્યા નિર્માણ કરી છે તેનું આ ચિત્ર છે, ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com