________________
૧૭૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
“અરે દેવ! શું વાત કહું? એને તો વિવાહની વાતેય ગમતી નથી, તે પછી લગ્ન તે એ કરેજ શાની!” રાણીને ધડાકે સાંભળી રાજા ચિંતાતુર થયો.
“એને સ્વયંવર કરીયે, અનેક રાજકુમારે સ્વયંવરમાં આવશે. પુત્રીને કેઈક તે પસંદ પડશેજ,
“લગ્ન તરફ એની અભિરૂચિ જાગ્રત ન થાય તે પછી સ્વયંવર પણ શા કામનો ?'
“ીક છે તો મને વિચાર કરવા ઘો.” રાજાએ વાતને ટકી કરી
બીજે દિવસે રાજસભામાં રાજાએ મંત્રીઓની સન્મુખ એ વિચાર રજુ કર્યો “હે મંત્રીન ! તારૂણ્ય અવસ્થા પ્રાપ્ત થયા છતાં રાજકન્યા વિવાહને ઇચ્છતી નથી તે એ માટે શું ઉપાય કરે ?”
“હે સ્વામિન! યૌવન વયમાં તો અનંગના રંગો અનેક પ્રકારે જોવાય છે યૌવનમાં આવેલા દરેક પ્રાણીને અનંગ દેવ અનેક રંગથી રંગ્યા વગર રહેતો નથી નિઃસત્વ અને પાપી જી ઉપર એની જાદૂઈ અસર ખુબજ જોરદાર હોય છે કિંતુ મહાત્માજનેને તે બિચારે રાંક શું કરી શકે છે મંત્રી મતિસાગરે વિચાર કરીને કહ્યું. .
તો શું રાજપુત્રી લગ્ન નહિ કરે ત્યારે? લગ્ન નહિ કરે તે શું દીક્ષા લેશે ?
દેવ ! એક રસ્તો છે. એ નિર્વિકારી બાળાને પણ કદાચ એને પરભવને પતિ ભલે ને એની સાથે એ લગ્નથી જોડાયે ખરી ? “પણ એના પતિને આપણે શી રીતે ઓળખી શકીયે? “આપણે ઓળખવાની જરૂર નથી.” ત્યારે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com