________________
એકવીશ ભવના સ્નેહસ બ ધ
એ પેાતેજ આળખી લેશે. ” શી રીતે ?”
૧૭૫
દરેક રાજકુમારોનાં ચિત્ર લાવીને મતાવા, એની 'દર જો કાઈ એના પરભવના પિત હશે તેા તેની ઉપર એ દિષ્ટ કરશે.”
રત્નચૂડ રાજાએ અનેક ચિત્રકારોને જુદાજુદા દેશમાં રવાને કર્યાં, પ્રતિ દિવસ અનેક રાજકુમારોની પ્રતિકૃતિ (બી) રાજાની પાસે આવવા લાગી. એ દરેક ચિત્રા રાજબાળાને બતાવવા છતાં રાજમાળાએ કાઇનાય તરફ ધ્યાન આપ્યુ. નહિ. એક દિવસે રાજાની પાસે એક મના હર ચિત્રપટ આવ્યુ જેને જોઇને રાજા સહિત બધા દુગ થઇ ગયા. એ ચિત્ર રાજબાળાને અતાવ્યુ. એ ચિત્રને જોતાં રાજબાળાની દૃષ્ટિ હરી. અનિમેષ નયને તેની તરફ જોઇ રહી. એના રામરાય વિકસ્વર થયાં. આહા ! કેવું મનાહર રૂપ છે? સખી! આ ફાણ ઉત્તમ નર હશે, જેને જોઇને હું ખુશ થાઉં છું, ”
રાજબાળાની ઈચ્છા સખીએ રાજાની આગળ પ્રઃશિત કરી. રાજકુમારીની અભિલાષા જાણી રાજાએ એ ચિત્રપટ લાવનારને પૂછ્યું, “ચિત્રકાર! કહે, આ ચિત્રપટ કયા રાજકુમારનું છે? એના આચાર વિચાર અને સ્વભાવનું વર્ણન કરે છે
રાજાના પૂછવાથી તે ચિત્રકારો એયા, ધ્રુવ ! શ્રીમદરપુરનગરના નરશેખર રાજાના આ રાજકુમાર, નિવિકલ એનું નામ. યૌવન વય, ધન, વૈભવ, કુરાઇ, ઐશ્વર્ય, પરાક્રમ, બુદ્ધિ અને અનેક કળાઓના ભંડાર, તેમજ ધીર વીર, ગંભિરતાદિક અનેક ગુણે કરીને વિભૂષિત, સદાચારવાન હોવા છતાય એનામાં એકજ માત્ર ઢાષ છે કે જે સ્વયંવરા આવેલી કન્યાઓની સામે નજર પણ કરતા નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com