________________
એકવીશ ભવને
સ્નેહસંબંધ
૧૭૩
પટ્ટરાણ થકી સારા સ્વમથી સૂચિત પુત્રીપણે ઉત્પન્ન થઈ રાજાએ તેનું નામ રાખ્યું પુરંદર્યશા !
પુરજરયશાએ અનુક્રમે કામુક જનને મોહક એવા યૌવનવયમાં પ્રવેશ કર્યો. સુવર્ણ સમાન કાંતિવાળી, મનહર ચંદ્રમુખી બાળા પુરજરયશા સખીઓની સાથે ક્રીડા કરતી હતી. યૌવનરૂપી રમણીય વનમાં વિહાર કરતી છતાં યૌવનને યોગ્ય હાવ, ભાવ કે ચેષ્ટાઓ તેણુને ગમતી નહિ. સખીએના ચંગાર રસની કથા સાંભળવાનાય અખાડા કરતી હતી, તેમજ અન્ય જનની ક્રીડા કે ચેષ્ટા અથવા તેમનાં કુતુહલ તરફ નજર સરખી પણ કરતી નહિ. અરે વિલાસી સીએ સાથે ભાષણ પણ કરતી નહિ. શાંત સુધારસમાં લીન બાળા પુરંદરયશા સખીઓ સાથેય નિર્દોષ કીડા કરતી હતી. અહંત ભગવાનના કહેલા ધર્મમાં સાવધાન મનવાળી બાળાને પોતાના વિવાહની વાતેય ગમતી નહિ,
રણું સુવા પિતાની કન્યા પુરંદરયશાને પુરૂષના સમાગમથી રહિત, ને વૈરાગ્ય તરફ વળેલી, સખીઓના મુખથી સાંભળીને ચિંતાતુર થઈ, તેણીએ રાજાને કહ્યું,
“હે સ્વામિન ! આપ રાજકાજના વ્યવસાયમાં કુટુંબ વ્યવસાય તદ્દન ભૂલી ગયા છોજરા આપ આપની કન્યા તરફ ખ્યાલ તો કરે,
હા ! એના સગપણ માટે વિચાર કરવાને છે શું ! પણ પહેલાં એને શું વિચાર છે તે તો જાણી લે.” રાજાએ કહ્યું
“એને વિચાર? એને વિચાર તો ચિંતા કરાવે તેવો છે. મહારાજ
હું !' રાજા વિચારમાં પડ્યો, જરા સ્પષ્ટતાથી. કહે શી હકીકત છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com