________________
-
૧૭૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જાગી ને સ્વમાની વાત રાજાને કહી સંભળાવી. વિચારવાન રાજાએ કહ્યું, “દેવી! મોટા રાજ્યને ધણું એ તારે ભાગ્યવાન પુત્ર થશે.”
રાજાનાં કર્ણમધુર વચન સાંભળીને હર્ષ પામેલી રાણી ગર્ભનું સારી રીતે પિષણ કરવા લાગી. અનુક્રમે શુભ મુહુર્ત રાણીએ પુત્રને જન્મ આપે. તેની માલનિક્ષેપનના સ્થાનમાંથી બહુ મૂલ્યવાન રત્નને ચરૂ નિકળે. એ રત્નનો નિધિ જોઇને રાજા વગેરે સર્વે બાલરાજકુમારના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. પુત્રજન્મને માટે ઉત્સવ કરી રાજાએ રાજકુમારનું નામ “નિધિકુંડલ” રાખ્યું.
બાળચંદ્રમાની કાંતિને ધારણ કરતો નિધિકુંડલ અનુકમે ચૌવનવયના આંગણે આવીને ઉભે, એ રમણીય યૌવનવય, ઐશ્વર્ય, વૈભવ, કુરાઈ સુરૂપ રમણીજનને સમાગમ છતાંય નિધિ કુંડલ મુનિની માફક રૂપવતી રમણી તરફ દષ્ટિ પણ કરતો નહિ, ભાગ્યવશત: સ્વયંવરા આવેલી મોટા મોટા રાજાઓની ભાગ્યવતી કન્યાઓ તરફ પણ વીતરાગની માફક નજર કરતે નહિ, ગજેના મદનું મર્દન કરવાની તાકાત છતાં, ધનુર્ધારીઓમાં અગ્રણી છતાં પરાયા જીવને લેશ પણ દુઃખ થાય તેવું કાર્ય કરતે નહિ, વિષની માફક તે માંસ અને દારૂથી દૂર રહેતા હતા. એવા અનેક ગુણેથી અલંકૃત થયેલો તે કુમાર માતાપિતાને આનંદ આપતો મિત્રોની સાથે ક્રિીડા કરતો અનેક નવીન કલાઓ વડે વૃદ્ધિ પામવા લાગ્યા, " , શુકી પણ ભક ભાવે ત્યાંથી મરણ પામીને તેજ વિજયમાં વિજયાવતી નગરીને વિષે રત્નચુડ રાજાની સુવપ્રા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com