________________
એક્વીશ ભવને સ્નેહસંબંધ
૧૬૯
અને મા વાપર્વ આખી ધર્મ
સુખના અર્થ જનોએ પોતાની લક્ષ્મી સારા કાર્યોમાં વાપ રવી જોઈએ. એવી રીતે વિધિપૂર્વક કરેલ દ્રવ્યસ્તવ જ ભાવસ્તવનું કારણભૂત બને,
સાત આઠ ભવમાં તે જનધર્મ પ્રાપ્તિના ફલરૂપ સ્વર્ગ અને મનુષ્યમાં શાતા વેદનીયને અનુભવતે શિવસંપદાર પામે છે. અરે! વિધિપૂર્વક આરાધન કરનારની આ તે વાત છે, બાકી તે અનાગ દેખાદેખીયે ધર્મનું આરાધન કરનાર, જીનેવરની પૂજા કરનાર શુકયુગલની માફક પણ પરંપરાએ કલ્યાણને પામે છે. માટે હે ભવ્ય જેને! યુતિધર્મ અને ગૃહસ્થ ધર્મ સિવાય ત્રીજો ઉપાય સંસાર કારાગ્રહથી છુટવાને નથી, એમ જાણ્યા છતાં વિલંબ કરો તમારે ઉચિત નથી. કારણકે પ્રાણીઓને ધર્મની સામગ્રી મળવી દુર્લભ છે. ચોરાસી લાખ યોનીમાં ભામણ કરતા જીવને મનુષ્ય જન્મ પામવો તે દુર્લભ છે તેમાંય ધર્મની સામગ્રી તે લઘુકમ જીવને જ પ્રાપ્ત થાય છે એવી દુર્લભ સામગ્રીને પામીને કણ પ્રમાદ કરે?”
ગુરૂમહારાજની અમૃતમય દેશના સાંભળીને કેટલાક જીવોએ કર્મના લધુપણાથી તરતજ દીક્ષા ગ્રહણ કરી, કેટલાક અશક્તોએ દેશવિરતિ ધર્મ અંગીકાર કર્યો. કેટલાકે સમકિત ગ્રહણ કર્યું. દેવસિંહકુમારે પંચ અણુવ્રત ગ્રહણ કરીને પૂછયું. “ભગવાન ! દ્રવ્યસ્તવ કરવાવડે શુકગુગલની કલ્યાણ પ્રાપ્તિ કેવી રીતે થઈ તે આ સભાના બોધને માટે આપ કૃપા કરીને કહે ?” - કુમાર દેવસિંહનો પ્રશ્ન સાંભળી ભવ્યજનેના હિતને માટે ગુરૂ મહારાજે શુક્યુગલનું કથાનક કહેવું શરૂ કર્યું.
આ દક્ષિણાઈ ભરતમાં વૈતાઢય પર્વતની સમીપે સિદ્ધિ કર નામનું રમણીય ઉદ્યાન આવેલું છે, સદાકાળ ફળને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com