________________
૧૦.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આપનારાં એવાં અનેક વૃક્ષ, લત્તાઓ મંજરીઓ, પુષ્પો અને ફળોથી લચી ગયેલા એ વનની અપૂર્વ શાભાથી નભોમંડલમાં તારાગણની જેમ તે વિદ્વાની પ્રશંસાને પામેલું હતું. જ્યાં કિન્નરનાં મિથુનો હરહમેશ કીડા કરી રહ્યાં છે કે કિલાએ પિતાનાં મધુર ગાનથી કિન્નર મિથુન નના આનંદમાં વૃદ્ધિ કરી રહી છે અને ભમરાનાં જુથે પિતાના ગુંજારથી મંત્રના પાઠ ભણી રહ્યા છે કે શું ! એવાં લાગૃહોમાં ક્રીડા કરવાને દેવમિથુનને આર્ષતાં હેય શું!
સ્વર્ગના ટુકડા સમા એ રમણીય વનખંડમાં વિદ્યાધરોએ નિર્ભેલા જનમંડપમાં સ્વપીક ઉપર પધરાગ મણિરત્નથી રચાયેલી અહંત ભગવાનની પ્રતિમા હતી. વિદ્યા સાધવાને માટે આવતા અનેક વિદ્યાધર વિદ્યાધરીથી પૂજાતા એ ભગવાન કલ્પવૃક્ષ સમાન અમોઘ ફલને આપનારા હતા, તે વનમાં જન ચૈત્યની સમીપે રહેલા એક વિશાળ આમ્રવૃક્ષ ઉપર પરસ્પર ગાઢ સ્નેહવાળું એક શુક યુગલ રહેતું હતું. તિર્યંચ નિમાં હોવા છતાં સરળ પરિણામી, લઘુકમ, અને માઠા પરિણામથી રહિત એ કીર યુગલ દરરોજ વિદ્યાધરોથી એ ભગવાનને પૂજાતા જોઈને ભદ્રક પરિણામી થયું હતું. હરરેજના એ નિરક્ષણથી તેમને પણ એ ભગવાન તરફ અમંદ આનંદ થવા લાગ્યો. કારણકે ગમે તેવા સ્થાન વિશેષમાં હોવા છતાંય ભાવિ કલ્યાણની પ્રાપ્તિવાળા ઉત્તમ ને અજ્ઞાનપણામાં પણ ઉત્તમ પદાર્થ ઉપર શું પ્રીતિ નથી થતી? ત્યારે ગુરૂ કર્મી જી જ્ઞાનવાન હોવા છતાં પણ ઉત્તમ વસ્તુ તરફ અનાદરવાળા હોય છે એ નર્યું દીપક જેવું સત્ય કે નથી જાણતું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com