________________
-
૧૬૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આધિ, વ્યાધિ અને ઉપાધિથી રહિત એવા અનંત મેક્ષસુખની જે તમારે જરૂર હોય તો તમે જીનેશ્વર ભગવાનની આજ્ઞાનું આરાધન કરે ભાવતવથી જનાજ્ઞાનું પાલન કરી પુરૂષાર્થ ફેરવી શીઘતાએ મુક્તિના સુખ મેળવે. ભાવસ્તવ આરાધવાને અશક્ત છે તો પછી દ્રવ્યસ્તવ, " ચારિત્ર ધર્મની અભિલાષાએ સમકિતપૂર્વક પંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું પાલન કરે, જનમંદિર બંધાવે, પ્રતિમાઓ પધરા, પ્રતિ દિવસે વિવિધ પ્રકારે જીનેશ્વરની પૂજાઓ રચા, મહાપૂજા રચાઓ, સુપાત્રને વિષે દાન આપી તમારી લક્ષ્મીને સપિગ કરે એ પ્રકારે ગૃહસ્થ ધર્મનું આરાધન કરી મનહર આશયવાળા પ્રાણીઓ સંસારને ક્ષીણ કરી નાખી, દેવભવનાં સુખને ભેગવી અનુક્રમે શીવલક્ષ્મીને પણ ભગવે છે.
જે ભવ્ય છ શુભાશયપૂર્વક જીનમંદિર બંધાવે છે તે લધુતાથી ભવસાગર તરી જાય છે જીર્ણોદ્ધારને કરાવનારા ઉત્તમ પુરૂ ગાઢ પાપોથી મૂકાઈ જાય છે, તેમજ જીનેશ્વરની પ્રતિમા ભરાવનારા ભવ્ય જી રેગ, શેક, ભવ, આધિ વ્યાધિથી રહિત થઈને અલ્પ સમયમાં ઉત્કૃષ્ટ એવી સિદ્ધિ રમણીને વરે છે. જેઓ અરિહંત ભગવાનની પ્રતિષ્ઠા કરાવે છે તેમની સ્વર્ગને વિષે પણ અપૂર્વ પ્રતિષ્ઠા હેય છે મનુષ્યમાં તેમનાં દુઃખ દારિદ્ર અને દર્ભાગ્ય નાશ પામી જાય છે અરે! ભાવથી કરાયેલી ભગવાનની પ્રતિષ્ઠા પ્રાણીઓની કઈ અભિલાષાને પૂર્ણ નથી કરતી?
ગૃહસ્થની લક્ષ્મી ધર્મકાર્યમાં, છન ભવન કે પ્રતિષ્ઠાદિક કાર્યમાં વપરાતી ઉત્તમ ફલને આપનારી થાય છે અન્યથા લક્ષ્મી તે દુર્ગતિમાં લઈ જનારી થાય, માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com