________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૬૩ ગર્ભનું સારી રીતે પિષણ કરવા લાગી. પૂર્ણ સમયે સારા મુહુર્તને યોગે રાણીએ પુત્રને જન્મ આપેરાજાએ મોટો વર્યાપન મહોત્સવ કર્યો. બારમે દિવસે રજાએ પુત્રનું નામ દેવસિંહ રાખ્યું. રાજ્યમાં આનંદ ઉત્સવ વર્તાઈ રહ્યો ને પ્રજા તરફથી અનેક વધામણાં થયાં. - રાજકુમાર વૃદ્ધિ પામતો શસ્ત્ર અને શાસ્ત્રની કળામાં નિપુણ થયો. મનોહર એવી યુવાવસ્થામાં ગાન, તાન અને સંગીત વિશારદ પુરૂષથી સ્તુતિ કરાતે દેવકુમારની માફક શોભતો રાજકુમાર નવીન તારૂણ્ય અવસ્થાને શોભાવવા લાગ્યું.
ગુણસેનાને જીવ પંચમ સ્વર્ગથી આયક્ષ વિશાલા નગરીમાં જીતશત્રુ નામે રાજાની કનકમંજરી રાણીથકી કન્યાપણે ઉપન્ન થયો. એનું નામ કનકસુંદરી. કળાને અભ્યાસ કરતી ને વૃદ્ધિ પામતી નવીન યૌવનને આંગણે આવેલી કનકસુંદરીને પૂર્વના સંસ્કારથી વિષય તરફ પ્રીતિ જ નહોતી જણાતી. સમયને જાણનારી સખીઓ અનેક પ્રકારની રસિક વાર્તાલાપ કરતી છતાં રાજબાળા કનકસુંદરીને તે સખીઓને રસેલ્લાસ સાંભળાય ગામ નહિ પુરૂષનું નામ પણ જેણીને સાંભળવું ગમતું નહિ તે પછી વિવાહ માટેની તે વાત જ શી?
રાજબાળાની વિરક્ત ભાવનાથી રાજારાણી ચિંતાતુર થયાં. રાજાએ મંત્રીને એને ઉપાય પૂછો, “હે મંત્રીન! આ બાળાની વિવાહ તરફ રૂચિ જાગ્રત કરવાને શું કરવું?”
રાજાને ચિંતાતુર જોઈ મંત્રી બોલ્યા, “મહારાજ! આ બાળાએ કદાચ પૂર્વ ભવને વિષે કઈ ઉત્તમ દેવકુમાર જેવા પુરૂષ સાથે સ્નેહ સંબંધ બાંધો હશે જેથી એનું મન એ પુરૂષ સિવાય બીજે ક્યાંય આકર્ષાશે નહિ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com