________________
૧૬૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
s
રાજાના શબ્દો સાંભળી કેઈક ભૂત આકાશમાં રહીને બોલ્યો, “હે રાજા! માંસથી પુત્ર પ્રાપ્તિ ન થાય, મસ્તક આપે તો કદાચિત થાય તે થાય.”
જો એમ હોય તો મસ્તક લે?” એમ કહી રાજાએ મસ્તકની વેણી પકડીને બીજા હાથની તલવાર ગરદન ઉપર ઝીંકી. - એના સાહસથી પ્રસન્ન થયેલ દેવતા એને હાથ પકડી બોલ્યા, “સબૂર! એ સાહસિક વીર! સબૂર! તારે પુત્ર જરૂર થશે !
“જે પુત્ર જરૂર થશે તે પછી એનાં મૂલ્ય આ મસ્તકથી વસૂલ કર?” રાજાનાં વચન સાંભળી દેવ પ્રસન્ન થઈને બોલ્યો, “નરેશ્વર! સાહસ એજ એનાં મૂલ્ય કહેવાય મસ્તક નહિ.”
દેવતાના વરદાનથી રાજા પણ ખુશી થશે ને પિતાની તલવાર મ્યાન કરી, રાજાની પ્રતીતિ માટે દેવ બોલે,
આજે રાત્રીએ તમારી રાણી સ્વમામાં ઉત્સગે ખેલતા કેસરીના બચ્ચાને જોઈ જાગૃત થશે.” એમ કહી દેવતા અદશ્ય થઈ ગયો ને રાજા પોતાના મકાને આવ્યું.
તે દિવસની નિશા સમયે શંખરાજાને જીવ પાંચમા ભવને વિષે મુકતાવળી પટ્ટરાણીની કુક્ષિને વિષે છીપમાં મોતીની માફક બ્રહ્મદેવ લોકમાંથી ઔવીને ઉખન્ન થયે તે સમયે સુખે સુતેલી રાણીએ પોતાના ઉસંગમાં સિંહના બચ્ચાને ખેલતે જે સ્વમ જોઇને જાગેલી રણુએ રાજની પાસે આવી પોતાનું સ્વમ કહી સંભળાવ્યું. રાજાએ દેવની વાણી યાદ કરીને કહ્યું “તમારે સિંહ સમાન પરાક્રમી પુત્ર થશે.”
રાજાનાં વચનથી હર્ષ પામેલી પટ્ટરાણી મુક્તાવલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com