________________
૧૪૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સંભળાવતું હતું. એક દિવસે ખુશી થયેલી ગુણસુંદરીને તે વાડે કહ્યું, “હે ભદ્રે ! તારા ગુણાએ મારૂં ચિત્ત હરી ' લીધું છે. તે હવે મને પાછું આપ. એ ચિત્ત વગર તે સંજ્ઞા રહિત હું મરેલા જેવો છું, તું તે ધર્મને જાણનારી ને પોપકારી તેમજ દયાવતી છે તેથી મારી ઉપર હવે કૃપા કર? તું જો કે દૂર હતી તે પણ ખાતાં કે પીતાં, સુતાં કે બેસતાં, જાગતાં કે નિંદ્રામાં હું તને જ જોતા હતા, તને મેળવવા માટે હું આભ જમીન એક કરી રહ્યો હતો! , એ બ્રાહ્મણની કર્ણને અપ્રિય વાણી સાંભળી ગુણસુંદરી બેલી.. તમે કેણ છો? મેં તમને ક્યાંય જોયા નથી. છતાં તમે કહે છે કે તે મારૂં ચિત્ત હરી લીધું એ આશ્ચર્ય * ગુણસુંદરીના જવાબમાં વેદરૂચિએ પિતાની કર્મ કથા કહી સંભળાવી. એની કથા સાંભળી ગુણસુંદરી વિચારમાં પડી, “અરે! અરે ! મારામાં આ ખુબ રાગવાન થયે જણાય છે. આવા અનાર્ય અને કુસ્થાનમાં આ મારા શીલને હું શી રીતે રાખીશ? શરણ રહિત અને એકાકી મારું શું થશે? પણ ગમે તે ભેગે હું મારા શીલને રાખી પ્રવત્તિનીએ આપેલા વ્રતને ખંડિત કરીશ નહી. હજી આ કંઇક ગુણવાન જણાય છે કે પ્રાર્થના કરીને મારી યાચના કરે છે. બાકી તે પાપી અને ઉદ્ધત પુરૂ તો બળાત્કાર કરવામાં જ શરા હોય છે. તો આને પ્રતિબધી મારૂં શીલ રાખું. આને સમજાવવા માટે મારે કદાચ માયા કપટ પણ કરવું પડશે જે કે કૌટિલ્ય વિવેકી પુરૂષે ન કરવું જોઈએ છતાંય ધર્મથી એ શીલ રક્ષવા તે પણ કરવું
ગુણસુંદરી ખુબ વિચાર કરીને બોલી. “હે સુંદર !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com