________________
૧૩૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છે. તમારી ત્યાં જવાની ઈચ્છા હોય તો ચાલે.” • તે પુરૂષની વાણી સાંભળીને બન્ને જણ એમની સાથે તરાપા ઉપર બેસીને પેલા મોટા વહાણ પાસે આવી પહોંચ્યાં સુલોચનશેડે સુધર્મને સત્કાર કરી એની આગતા સ્વાગતા કરી. વહાણ આગળ ચાલવા માંડયું. અનુક્રમે સુલેચન સાર્થવાહ અને સુધમને ગાઢ મૈત્રી થઈ. તે દરમિયાન સાર્થવાહને ધિસુંદરીના રૂપને નિશે ચડ્યો
ક્રિસુંદરીને હાથ કરવાની સાર્થવાહને તાલાવેલી લાગી એ સુંદરીના મેહમાં મુગ્ધ થયેલે બીજું ચિંતવેય શું? વિધિએ કેવી કાકડી બનાવી છે એને? આ રૂપગર્વિતા નારી પ્રેમથી મારા દેહને આલિંગન ન આપે તે મારું યૌવન, ધન અને રૂપ સર્વે નકામું સમજવું, પણ એ બને શી રીતે? જ્યાં સુધી પોતાને પતિ એની સાથે હોય ત્યાં લગી એ મારા જેવાની ઇચ્છાય શી રીતે કરે? મધુરા આમ્રફળ છોડીને લીંબડાની ઈચ્છા કેઈ ના કરે, છતાંય કેઈપણ ઉપાયે હાથમાં આવેલી આ તક જવા ન દેવાય.”
સુચન નામ છતાં કુલચનવાળે તે સાર્થવાહ મનમાં અનેક દુષ્ટ સંકલ્પ વિકલ્પ કરતે યોગ્ય સમયની રાહ જોવા લાગ્યા. એક રાત્રીએ વહાણમાં બધાય જ્યારે ભર નિદ્રામાં હતા તે સમયને લાભ એણે લીધો. લઘુશંકાને બહાને તે ઉભે થયે સુધર્મની પાસે આવ્યે ભરનિદ્રામાં પડેલા સુધર્મને આસ્તેથી ઉપાડી સમુદ્રના અગાધ જલમાં ધકેલી દઈ પોતાને સ્થાને આવીને સૂઈ ગયે, અંધકારમાં કાળું કૃત્ય કરી નિશ્ચિત થઈ ગયે,
પ્રાત:કાળે રૂદ્ધિસુંદરી પોતાના પતિને નહી જોવાથી હૈયાં માથાં કુટતી કલ્પાંત કરવા લાગી. વહાણમાં ક્યાંય પત્તો લાગ્યો નહિ. ત્યારે નોકર ચાકરમાં હાહાકાર થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com