________________
એકવીશ ભવનો સ્નેહસંબંધ
૧૨w.
જોઈ જેમ ચંદ્ર એક છતાં અનેક માને છે તેમ મલ, મુત્ર અને વિષ્ટાથી ભરેલી બધી સ્ત્રીઓ સરખી હોવા છતાં કામીને ઉપરના રૂ૫ રાગ અને ટાપટીપથી જુદીજુદી ભાસે છે, જ્ઞાની અને ઉત્તમ જન તે સ્ત્રીને મળમૂત્રની કાયા જ માને છે, એ શુદ્ધ વાતે મોટા ભાગ્યે જ સમજાય છે. રાજન !?
ભવિતવ્યતાના યોગે આ ધીઠ રાજાના પાષાણ હૃદયમાં ઉપદેશરૂપી અમીઝરણાનું નિર્મળ નીર નીતરવાથી એનું હૃદય ભીંજાયું, હૃદયની ભાવના ફરી ગઈ, પાપી વિચારે બદલાઈ ગયા. વિષયરૂપી કીડા મગજમાં સળવળતો હતો. તે આપોઆપ નષ્ટ થઈ ગયો એને કાળજ્વર ઠગાર થઈ ગયો રાજા પશ્ચાત્તાપ કરતો બોલ્યો, “સતી! તારી વાણી સત્ય છે સાકરથીય મીઠી તારી વાણી સાંભળી મારી. મોહનિદ્રા નાશ પામી ગઈ મારી લોલુપતા આપોઆપ નષ્ટ થઈ ગઈ. મારાં વિવેક ચક્ષુ આજ ખુલી ગયાં, પરસ્ત્રીમાં લંપટ બનેલે હું અઘોર નરકમાં ડુબી જાત પણ તે મને એ ઘોર નરકના અંધકારમાં પડતો બચાવ્યો. તારા જેવી ધર્મ દેનારી મહા ભાગ્ય ગેજ મળે છે, કહે, હવે મારે શું કરવું ?” પશ્ચાત્તાપથી બળતા રાજાને સન્માર્ગે આવેલો જાણી બુદ્ધિસુંદરી પરમ આનંદ પામી.
મહારાજ! તમારા જેવા ઉત્તમ નરને પરસ્ત્રીને ત્યાગ કરે એજ યોગ્ય છે જેથી આ લોકમાં તમારી કીર્તિ વધે ને પરલોકમાં પણ સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ આદિ સ્વર્ગની સંપદા પ્રાપ્ત થાય.
બુદ્ધિસુંદરીનું વચન નિર્મળ મનના રાજાએ સ્વી-- કારી પરસ્ત્રી ત્યાગને નિયમ ગ્રહણ કર્યો. રાજાએ બુદ્ધિસુંદરીને ખમાવી પોતાના અપરાધની માફી માગી. દાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com