________________
૧૨૬
પૃથ્વોચંદ્ર અને ગુણસાગર
માનથી એને સત્કાર કર્યો વસ્ત્રાભૂષણ, અલંકારાદિક આપીને રાજાએ ધર્મ ભગિનીની માફક બુદ્ધિસુંદરીને પિતાના મહેલમાંથી વિદાય કરી.
રાજાએ મંત્રીને બોલાવીને એને સત્કાર કરી મંત્રીને હેદો અર્પણ કર્યો, બુદ્ધિસુંદરીના કાર્યથી ચમત્કૃત થયેલો મંત્રી પણ પરિણામ સારું આવેલું જોઈ રાજી થયે સતી બુદ્ધિસુંદરીની સારાય નગરમાં ખ્યાતિ થઇ.
ગુલાબની સુવાસથી મંદમંદ વાયુની લહરીઓ સારાય ઉદ્યાનને સુવાસીત બનાવી દે છે, તેમ ગુણીજનોની ખ્યાતિ પણ સમયને અનુસરીને સારા નગરમાં પ્રસરતાં વાર લાગતી નથી.
દીર્ઘકાલ પર્યંત બુદ્ધિસુંદરી સંસારનાં સુખ જોગવી પ્રાંતે પહેલા સૌધર્મકલ્પમાં દેવી તરીકે ઉન્ન થઈ
ઋદ્ધિસુંદરી. સાકેતપુરની રમણીય બજારે અપૂર્વ શોભાને ધારણ કરી રહ્યા છે, દેશપરદેશના વ્યાપારીઓ વ્યાપારને માટે આવે છે, લાખેની ઉથલપાથલ કરી જાય છે. એવાજ કઈ વ્યાપાર નિમિત્તે તામ્રલિપ્તી નગરીથી આવેલો સુધર્મા નામે વણીક બજારમાં પિતાના સંબંધીની પેઢી ઉપર બેઠેલો હતો. શેઠ સાથે વ્યાપાર સંબંધી વાત કરતો પિતાને અનુભવ વર્ણવી રહ્યો હતો. ત્યાં અચાનક એ માર્ગે જતાં કેઈક વ્યક્તિ ઉપર એની નજર ચેટી ને ત્યાંજ કરી ગઈ.
પિતાની ચાર પાંચ સખીઓ સાથે રૂપસુંદરી ઋદ્ધિસુંદરી અત્યારે હાસ્ય વિનોદ કરતી ત્યાંથી ચાલી જતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com