________________
૧૧૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કર્યું? એના સંસારનું–અરે એ રમણીય એની સૃષ્ટિનું મેં સત્યાનાશ વાળી નાખ્યું. એની આંખનું બલિદાન લીધું, હા ! મારાં પાપ ! ઐશ્વર્ય અને યૌવનના મદમાં આ સતીના સુખને મેં નાશ કરી નાખે.” રાજા મહેકસિંહને પશ્ચાતાપની ભઠ્ઠીમાં બળી મરતો જાણી સતીએ કાઉસગ્ગ ધ્યાને રહી શાસનદેવીને યાદ કરી
પંચપરમેષ્ઠીના ધ્યાનમાં તત્પર એવી અપૂર્વ શીલ માહામ્યવાળી રતિસુંદરીના શીલ માહાસ્યથી શાસનદેવી પ્રગટ થઈ “હે શીલરૂપ અપૂર્વ વૈભવવાળી ! તું જયવંત રહે ! હે સતીયોમાં શિરોમણિ ! તારું કલ્યાણ થાઓ. હે રાજાને પ્રતિબંધ કરનારી! તારી સર્વે અભિલાષા પૂર્ણ થાઓ. » દેવીએ કરેલી સ્તુતિની સાથેજ સતીનાં વિશાળ ને પ્રગટ થયાં. રાજા વગેરે સતીને મહિમા જાણી આશ્ચર્ય પામ્યા. દેવી તે અદશ્ય થઈ ગઈ, પણ સતીને મહિમા જગતમાં ગવાઈ રહ્યો, અપૂર્વ નેત્ર વાળી ને સંપૂર્ણ અંગોપાંગવાળી સુલક્ષણા રતિસુંદરીને જોઈ રાજા વગેરે સર્વે ખુશી થયા, રાજાએ સતીની ખુબ સ્તુતિ કરી. દાન, માન, મૃગાર, વસ્ત્ર અને આભૂષણથી સતીને સત્કાર કરી પોતાના અપરાધની ક્ષમા માગી. સતી રતિસુંદરીને પોતાના વિશ્વાસપાત્ર પ્રધાન સાથે પતિને ઘેર નંદપુર નગરે મેકલી દીધી. ચંદ્રસિંહ રાજાને પ્રધાનને મુખે રાજાએ શું કહેવડાવ્યું ?
ચંદ્રસિંહ! તમે મારે સહોદર બંધુ જેવા છો. યુદ્ધના મેદાનમાં મેં તમને છેતરીને જીતી લીધા તે મારે અપરાધ તમે ખમ, આ રતિસુંદરી મારી ધર્મભગિની છે. મારી ધર્મગુરૂ છેશાસનદેવીએ જે સતીની રક્ષા કરેલી છે, એવી એ મહાસતી સતીઓમાં મુગુટ મણિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com