________________
એક્વીશ ભવને નેહસંબંધ
૧૧૭
ઉત્પન્ન થાય છે. પરસ્ત્રીનું આલિંગન કરનારને નરકમાં ધગધગતા લોહ સ્થંભને આલિંગન કરવું પડે છે ને તિર્યંચ ચોનિમાં ખસી કરાવવી, શીત, તાપ સહન કરવા, ભૂખ : તરસ તેમજ પરવશતાનાં દુખ અતિ કલેશકારી હોય છે, આવા દુ:ખરૂપી રોગોથી મારા આ ઔષધરૂપ કાર્ય વડે આપણે બને છુટી ગયાં, મારા આ કાર્યથી તમારું ને મારૂં બન્નેનું લકમાં હિત થશે, પરસ્ત્રીના ગમનથી તમારું દુર્ગતિ ગમન પણ હવે અટકી જશે રાજન! રતિસુંદરીની કામદેવના તાપને નાશ કરનારી દેશના સાંભળી રાજા ઠંડાગાર થઈ ગયે. એના સાહસથી જેની બુદ્ધિ આપોઆપ સાનમાં આવી ગઈ છે એ રાજા પિતાના ; મસ્તકને કંપાવતો બોલ્યો, “આહ! સમયને જાણનારી તુ એક મહાન સતી છો, સતીમાં મુગુટમણિ સમાન તારા જેવી મહાન સતીનું મારા જેવા પાપીને દર્શન પણ કયાંથી હેય? હે સાધ્વી ! મારા અપરાધને તું ક્ષમા કર, મારે હવે શું કરવું તેની મને આજ્ઞા કર ? ”
સતીની ક્ષમા માગતો રાજા બે હાથ જોડી પોતાના ; અપરાધ ખમાવવા લાગ્યું. રાજાની શુદ્ધ ભાવના જાણી રતિસુંદરી બોલી, “રાજન ! આજથી પરસ્ત્રીને તમે ત્યાગ કરો કે જેથી તમારે ભવ ભ્રમણ કરવું પડે નહિ, - “આજથી મારે પરસ્ત્રીને ત્યાગ છે! પશ્ચાત્તાપની અગ્નિમાં દગ્ધ થતા રાજાએ એ પ્રમાણે ચતુર્થ વ્રતને અંગીકાર કર્યું ને રતિસુંદરીને પોતાના ગુરૂ સ્થાને સ્થાપન કરી સન્માન વધાર્યું છતાંય એ અંધ રતિસુંદરીને જોઈ રાજા વારંવાર વિલાપ-શેક કરવા લાગે, રાજ્યકાર્યને ત્યાગ કરી એ પશ્ચાત્તાપના પાવકમાં જલવા લાગ્યા. એ “ઓહ! આ સતી સાધી સીનું મેં પાપીએ કેવું અનર્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com