SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “આપ મારા ક્યા અંગમાં આસક્ત થયા છો?” આ જે તારાં હરણીના જેવાં ચપળ અને તેજસ્વી ને જ કેવા આકર્ષક છે? એની અદ્દભૂત શોભાનાં તારી આગળ હું શાં વખાણ કર્યું?” એમ? મારાં આ ને તમને બહુ ગમે છે ? કંઇક ઇરાદા પૂર્વક રતિસુંદરી બોલી. એનાં વિશાલ નયને ચમકી રહ્યાં. એ નયનેમાં અપૂર્વ તેજ ઉડી રહ્યું હા પ્રિયે ! મૂઢ રાજાના કામુક હૈયાના દાહજવરને ભૂજાવવા હવે અપૂર્વ બલિદાનની એને જરૂર લાગી. કંઇક નિશ્ચય કરી રતિસુંદરી ઉભી થઈ. આ પાપી રાજાના સકંજામાં પોતાનું શીલ રહી શકશે નહિ. પછી તો શીલના મૂલ્ય આગળ પોતાના દેહને તુચ્છ ગણતી રતિસુંદરીએ તીર્ણ છરી લાવીને પોતાનાં બને નેત્રો છેદી રાજાની આગળ ધર્યા, ” “આપને આ નેત્ર પ્રિય હોય તો લે. ” નેત્રો અર્પણ કરતી રતિ બોલી. નેત્ર વગરની અંધ થયેલી રતિસુંદરીનું આ સાહસ જેને રાજા મહેન્દ્રસિંહને મદન-કામવર ઓસરી ગયેઆ બનેલો તે ફાટી આંખે એ વિગતનેત્રા રતિસુંદરીને જેવા લાગ્યો “આહા ! તને અને મને દુ:ખકારીએવું આ તે શું કર્યું? અરે ! સાહસ વૃત્તિવાળી ! આ તે બહુજ વિપરીત કામ કર્યું.” “મહારાજ ! તમને અને મને આલેક અને પરલેકમાં હિતકારી એવું આ કામ મેં કર્યું છે. ઔષધ કડવું હોય છે તો તે જ રોગને નાશ કરી શરીરને નિરોગી બનાવે છે. તેમ પરસ્ત્રીના સમાગમથી માનહાનિ, ધનનાશ અને જીવિતનો નાશ થાય છે, ને પરભવમાં દુ:ખ દારિદ્ર, દૌર્ભાગ્ય, ક્ષય, કુષ્ટ અને ભગંદર આદિ રેગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy