________________
એકવીશ ભવને નેહસંબંધ
૧૧૫
- -
-
-
વિલાસની જ વાત કર્યા કરે છે એ નવાઇની વાત છે!
“દીપકના તેજમાં અંજાયેલ પતંગીયુ બીજે કયાં જઈ શકે? કમલની સુવાસમાં લેભાયેલ ભ્રમરની બીજી ગતિ પણ શી? તારા જેવી જગતમોહિની પ્રિયા સ્વાધીન હોવા છતાં હવે ધીરજ પણ શી રીતે રહે?” રાજાની આતુરતા વધી
રાજાને ખુબ દુરાગ્રહ જાણી રતિસુંદરીએ રાજાથી ગુપ્તપણે મદનફળ મુખમાં મુકી દીધું તે પછી રાજાની પાસે આવી વાત કરતાં ને રાજાને સમજાવતાં રાજાની આગળ વમન કર્યું. પોતાનું એ ઉચ્છિષ્ટ ભોજન કરીને બહાર વી કાઢેલું રાજાને બતાવતી રતિસુંદરી બેલી.
દેવ! દેહનું આ સ્વરૂપ જુઓ? આપ જે સૌંદર્યમાં મુંઝાઈ ગયા છે. એનાં આ મૂલ્ય? પવિત્ર વસ્તુઓ પણ પેટના સંબંધથી અપવિત્ર-અશુચિમય થઈ જાય છે. ઉત્તમ જને અશુચિનું ભક્ષણ કરતા નથી, આપ તે બાલથી ચ બાલ છે કે આ વમેલાનું ભજન કરવા ઈચ્છો છો.) રતિસુંદરીને કટાક્ષ સાંભળી રાજા ચમક
“અરે! શું હું રાંક છું! શું હું જડ છું કે વમન કરેલું ખાઉં?” રાજા બોલ્યા,
અરે મૂઢમાણસ પણ સમજી શકે તેવી દીવા જેવી વાત આપ કેમ સમજતા નથી? જે પરસ્ત્રી છે તે વમેલા આહાર જેવી છે. બીજા પુરૂષે ભોગવેલી સ્ત્રી એ તે વમેલા આહાર જેવી જ ગણાય, તેની સાથે તમે એ વમેલા આહારને ગ્રહણ કરવા ઇચ્છો છો એ નફે દીવા જેવું સત્ય કેમ સમજાતું નથી રાજન !”
એ બધીય તારી વાત સત્ય છે. પણ રાગી દોષને જેતે નથી, તેમ આ અંગમાં આશક થયેલો હું એક માત્ર તનેજ જોઈ રહ્યો છું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com