________________
૧૧૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તારે તે વળી અત્યારે વ્રત કેવું? ફરદેશની પદરાણી થઈને તું જગતને આશ્ચર્ય કરે એવાં અદભૂત મનુષ્યસંબંધી સુખોને ભોગવ! સુખ ભેગવવાના દિવસેમાં અત્યારે તે તારે વૈરાગ્ય ૨ વળી?” રાજાએ કહ્યું,
“હાડ માંસથી ભરેલો આ દેહ તે જ વૈરાગ્યનું કારણ છે મહારાજ ! ગમે તેવું શભાયુક્ત હોવા છતાં આ શરીર પાપનું જ ઘર છે. આવા નિર્ગુણ અને દોષના મંદિરરૂપ આ શરીરને જોવા માત્રથી પણ આપ જેવા ગુણાઢય પુરૂષે મુંઝાઈ જાય છે. ઉત્તમ પુરના ચિત્તને પણ જે ભમાવી નાખે એવા આ પાપીપિંડ ઉપર વળી મોહ શ? રતિ બેલી.
રતિસુંદરીની વૈરાગ્યમય વાણી પણ મગરોલ પાષાણની માફક રાજાને કાંઈ પણ અસર કરી શકી નહિ, “કાતે! હવે તું તારે તપ પૂર્ણ કર ને મારે અભિલાષ પણ તું પૂર્ણ કર. પુષ્પની નાજુક ખીલેલ કળી અત્યારે કરમાયેલ છતાં કેવી તેજસ્વી અને આકર્ષક છે?” રાજા ચાલ્યો ગયે રાજા એના તપની પૂર્ણતાની રાહ જેવા લાગે.
અનુક્રમે રતિસુંદરીને તપ પૂર્ણ થયે તે પછી એક દિવસે રાજા રતિસુંદરીના મહેલે આવ્યો. “પ્રિયે! કમલની સુવાસથી આકર્ષાયેલ ભ્રમરની માફક હું પણ તારામાં લુબ્ધ થયો છું. તારા વિયોગરૂપી દાવાનલથી પીડાઈ રહ્યો છું.” રાજાએ પોતાની મનેવેદના જાહેર કરી
પારણામાં સ્નિગ્ધ અને મને હરભજન કરવા છતાં અત્યારે મારા શરીરમાં સંસ્કૃતિ નથી, મારૂં મસ્તક ભમે છે. પેટમાં શુળ આવે છે. શરીરની સંધીના ભાગે તુટી રહ્યા છે કે તમે તે હજી મારી આવી હાલતમાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com