________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૧૯
સમાન છે, લેશ પણ કલંકની શંકા તમારે કરવી નહિ જગતમાં એક માત્ર તમને જ ધન્ય છે કે જેના ગ્રહને વિષે સાક્ષાત લક્ષ્મીની માફક આ મહાસતી વિલાસ કરે છે
મહેન્દ્રસિંહના પ્રધાન પુરૂષો સાથે રતિસુંદરી નંદર નગરના રાજદરબારમાં આવી મહેન્દ્રસિંહના પ્રધાનોએ રાજા ચંદ્રસિંહને નમી રાજાને પૂર્વોક્ત સંદેશ કહી સંભળા. ચંદ્રસિંહ રાજા પ્રધાનના કથનથી ચમત્કાર પામેલા કૃશ રતિસુંદરીને જોઈ રાજી થયો ને રાજપુરૂષનું સન્માન કરી તેમને વિદાય કર્યો.
રતિસુંદરી પણ રાજ્યલક્ષ્મીનાં સુખ ભેગવા આય: ક્ષયે અનુક્રમે પ્રથમ કલ્પમાં દેવી થઈ
બુદ્ધિસુંદરી. સાકેતપુર નગરના મંત્રીની તનયા બુદ્ધિસુંદરી રૂપ, લાવણ્ય અને કળા કૌશલ્યયુક્ત એવી યુવાન અવસ્થામાં આવી ત્યારે એના પિતાએ સુસીમા નગરીના સુકીર્તિ રાજાના મંત્રી સાથે પરણાવી. બુદ્ધિસુંદરી પરણીને સાસરે આવી સુખપૂર્વક પિતાનો સમય વ્યતીત કરતી. કારણ કેમંત્રીની પુત્રી અને મંત્રીની પત્નીના ભાગ્યમાં ખામીય શી?
છતાંય એમના ભાગ્યમાં પણ ક્વચિત ખામી જોવામાં આવે છે. વિધિની કુશળતામાંય એવી અનેરી ભૂલ થઈ જાય છે ને એવા સુખી માણસે પર પણ દુ:ખની વાદળી અવાઈ જાય છે. એક દિવસે રાયવાડી જતા રાજા સુકીર્તિએ બુદ્ધિસુંદરીને પોતાના મહેલની અગાસી ઉપર સખીઓ સાથે ક્રીડા કરતી જોઈ અને રાજા ચમકે. અનેક રાજપુત્રીઓનો સ્વામી છતા મંત્રી પત્નીને જોઈ એના
':
',
'
તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com