________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૦૯
એમને ધર્મોપદેશ શ્રવણ કરી જે શક્તિ અનુસાર પાળે છે તે અતિ ધન્યતર છે બેન ?' ઋદ્ધિસુંદરીની વાણી સાંભળીને બધી ઉભી થઇને એ પ્રવત્તિનીની પાસે આવી વંદન કર્યું. પ્રવત્તિનીએ પણ એ ચારેને હિતકારી એ ધર્મોપદેશ આપી એમના આત્માને ઉદ્ધાર કર્યો.
સાદવીજીનો ધર્મોપદેશ સાંભળી એ ચારે બેનપણી ખુશી થઈ છતી રાજકુમારી બોલી. “હે ભગવતિ! ચારિત્ર ધર્મ તમે લીલામાત્રમાં પાળી શકે છે પણ અમારે માટે તે મેરૂના સરખો અથવા તો તેથીય અધિક છે કારણકે ઉત્તમ વૃષભ જ ગાડાના ભારને વહન કરે છે. નવા અપળાયેલા વાછરડાઓ નહિ, માટે અમારી ઉપર કરૂણા કરીને અમને શ્રાવક ધર્મ આપે કે જેથી અમારું કલ્યાણ થાય.
રાજકુમારીનું વચન સાંભળી પ્રવત્તિનીએ એ ચારેને દેવ, ગુરૂ અને ધર્મનું રહસ્ય સમજાવી સમકિતવંત બનાવ્યાં અને તે પછી એમને પરપુરૂષના ત્યાગરૂપ શિયલવ્રત ઉચરાવ્યું, સારી રીતે શિયલને મહિમા સમજાવ્યો ગમે તેવી મુશીબતમાં કે વિષમ સંયોગોમાં પણ શિયલને સાચવવાની ભલામણ કરી પ્રવત્તિની પિતાને સ્થાને ચાલ્યાં ગયાં, એ ચારે સખીઓએ પણ એ નિયમને અંગીકાર કરી ઋદ્ધિસુંદરીની રજા લઈ ત્રણે સાહેલીઓ પોતપિતાને મકાને ચાલી ગઈ, તે પછી ડાક વસંતના વાયરા વહી ગયા, ને રતિસુંદરી પૂર્ણ યૌવનની કળાએ પહોંચી ગઈ એની યુવાની અને સૌંદર્યની સુવાસ દેશદેશ પ્રસરી ગઈ.
એક દિવસે નંદપુરના અધિપતિ ચંદ્ર રાજાએ રતિસુંદરીની રૂ૫ રાશિની ખ્યાતિ સાંભળી, એને વરવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com