________________
૧૦૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
સુંદરી નામે કન્યા થઈ. નરકેશરી રાજાને શ્રી દત્ત નામે બુદ્ધિનિધાન મંત્રી હતો, સુમિત્ર નામે વ્યવહારી નગર શેઠ અને સુઘોષ નામે પુરોહિત હતો, મંત્રીને લક્ષ્મણ નામે પ્રિયા થકી બુદ્ધિસુંદરી નામે પુત્રી થઈ, નગરશેઠને લક્ષ્મી નામે પત્નીથકી ઋદ્ધિસુંદરી નામે પુત્રી થઈ અને પુરોહિતને લલિતાનામે સ્ત્રીથકી ગુણસુંદરી નામે પુત્રી થઈ
રાજકુમારી રતિસુંદરી એગ્ય વયની થતાં પાઠશાળામાં ભણવાને માટે જેવા લાગી તે સમયે તેની સમાન વયવાલી બુદ્ધિસુંદરી, ઋદ્ધિસુંદરી અને ગુણસુંદરી પણ એ લેખશાળામાં અભ્યાસ કરવા આવી, પછી તે સમાન વયની ને સરખા સૌંદર્યવાળી એ ચારે બાળાઓને પરસ્પર મૈત્રી થઈ,
સાથે રમે, સાથે જમે અને સાથે અભ્યાસ કરતી એ ચારે બાળાઓ સ્નેહ સંબંધથી એક બીજાને ઘેર જવા આવવા લાગી. એક દિવસે દ્વિસુંદરીને ત્યાં આ ત્રણે બાળ સખીઓ વાર્તાવિદ કરતી હતી તે દરમિયાન શેઠને ત્યાં આવેલી કેઈ પવિત્ર અને સૌમ્ય વેષને ધારણ કરનારી સાવીને જોઈ સખીઓએ પૂછ્યું “દ્ધિ! આ નિષ્કલંક અને પવિત્ર આર્યા કેણ છે?”
“ધર્મને ઉપદેશ કરનાર અમારા ધર્મનાં એ પવિત્ર ગુણશ્રી નામે આર્યા છે. દ્વિસુંદરીએ ખુલાસો કર્યો અને જરાક હસી.
એમની સૌમ્ય આકૃતિજ એમના ગુણેને જણાવે છે. આપણે એમને વાંદી, કંઇક શિખામણ પણ સાંભછીએ.” રાજબાળ રતિસુંદરી બોલી,
જરૂર! એમને જે વદે છે નમે છે તેમને ધન્ય છે. ભક્તિ વડે કરીને જે એમને સ્તવે છે તે ધન્યતર છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com