________________
એકવીશ ભવને નેહસંબંધ
૧૦૭ કરતો તે દેવ આયુ:ક્ષયે ત્યાંથી ચ્યવીને આ ચંપાનગરીના રત્નસાર શ્રેષ્ઠીને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયો, માતાપિતાએ એનું વિનયંધર નામ પાડયું. તે જ વિનયંધર આ પતે”
નેશ્વરને દાન દેવાના પ્રભાવથી વિનયંધર આવું અપૂર્વ સૌભાગ્ય પામ્યો છે. જેના સૌભાગ્યની તારા જેવાને પણ ઈર્ષ્યા થાય છે. એના પ્રબળ ભાગ્યના બે તું રાજા છતાં એનું અપ્રિય કરવાને શક્તિવાન નથી. એ બધેય ભગવાનને દાન આપ્યાને મહિમા છે. અરે આ ફલ તે એક પ્રાસંગિક ફલ છે દેવતા અને મનુષ્યનાં ભેગ સુખો એ તો મુક્તિ જનારા આત્માને માટે સંસારના એ વિસામા છે બાકી તે દાનનું ખરેખર ફલ તો શીવ વધુની વરમાળ ધારણ કરવી એજ છે. એ ઉત્તમદાનના પ્રભાવથી. સૌભાગ્ય, આદિ અનેક ગુણ વિનયંધરને પ્રાપ્ત થયેલા છે. એક દૈવજ જેની ચિંતા કરે છે એવા વિનયંધરનાં વિશેષ તે શું વખાણ કરીયે?' - સૂરિએ વિનયંધરનું કથાનક પૂર્ણ કર્યું. એની ચમત્કારિક કથા સાંભળી બધા આનંદ પામ્યા. રાજા પણ વિનયંધરનું ચરિત્ર સાંભળી ખુશી થશે. હવે વિનયંધરની ચારે પત્નીઓની પૂર્વભવની કથા ગુરૂએ કહેવી શરૂ કરી..
રતિસુંદરી. થાય પ્રલય પૃથ્વીતણે, સિંહ કદિ ખડ ખાય પશ્ચિમ સૂર્ય ઉગે કદિ, સતી શરણ ન થાય
આ ભરતક્ષેત્રમાં સાકેતપુર નામે નગર હતું. ત્યાં. શત્રુઓની લક્ષ્મીને પિતાના ચરણે તળે દબાવનાર નરકેશરી રાજા હતું, તેને કમલસુંદરી નામે રાણીથકી રતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com